गुजरात

ગઢડા તા.પં. અને જિ.પં.ની ચૂંટણીમાં 135607 મતદારો મતદાન કરશે | 135607 voters will vote in the Gadhada T P and D P elections



ગઢડામાં મતદાન માટે ૧૬૧ બુથ કાર્યરત

જિ.પં.ની ૭ સીટ માટે ૨૩ ઉમેદવારો અને તા.પં. માટે ૬૯ ઉમેદવારો વચ્ચે ચુંટણી જંગ

ગઢડા –  ગઢડા જિલ્લા પંચાયતની ૭ સીટ માટે ૨૩ અને તાલુકા પંચાયત માટે ૬૯ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જે માટે કુલ ૧,૩૫,૬૦૭ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જે મતદાન માટે ૧૬૧ બુથ પર ચુંટણી યોજવામાં આવનાર છે. 

ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સમાવિષ્ટ જિલ્લા પંચાયતની ૭ બેઠક માટે ૨૩ ઉમેદવારો અને તાલુકા પંચાયતની ૨૨ બેઠક માટે ૬૯ ઉમેદવારો વચ્ચે ચુંટણી જંગ ખેલાશે. સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી માટે દરેક બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાશે. જ્યારે કેટલાક વિસ્તારોમાં અપક્ષ ઉમેદવારો કોની બાજી બગાડશે અને બધાને ટક્કર આપીને જીતશે કે કેમ તેવી ચર્ચાઓ વચ્ચે ગામડાઓમાં ચુંટણી જંગ અંતિમ તબક્કે પહોંચતા રાજકારણનારસિયાઓમાં ભારે ઉત્તેજનાપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે. તેમજ મતદારોને મતદાન મથક સુધી પહોંચાડવા સ્થાનિક વાહન વ્યવસ્થા અને સુરતથી ખાસ મતદારોને લાવવા માટે લકઝરી બસો અને રસોડા સહિતની વ્યવસ્થાનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. આ ચૂંટણી પ્રક્રિયાને શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરવા માટે પોલીસ બંદોબસ્ત ઉપરાંત કુલ ૧૬૧ બુથ ઉપર ૨૩૨ બેલેટ યુનિટ અને ૨૩૨ કંટ્રોલ યુનિટ સાથે ૮૪૦ પોલીંગ સ્ટાફની વ્યવસ્થા કરાઈ છે. આ ચૂંટણી માટે પુરુષ મતદારો ૭૨૨૭૪ અને સ્ત્રી ઉમેદવારો ૬૪,૩૨૭ મળીને કુલ ૧૩૫૬૦૭ મતદારોનો સમાવેશ થવા પામેલ છે.



Source link

Related Articles

Back to top button