મકરપુરા અને વારસિયામાં જુગાર રમતા ૧૪ ઝડપાયા | 14 arrested for gambling in Makarpura and Warsia

![]()
વડોદરા,મકરપુરા જી.આઇ.ડી.સી.અને વારસિયામાં જુગાર રમતા ૧૪ જુગારીઓને પોલીસે ઝડપી પાડી ૧.૬૧ લાખની મતા કબજે કરી છે.
મકરપુરા જી.આઇ.ડી.સી. ભૂમિ ચોકડી પાસે જુગાર રમતા ૯ જુગારીઓને માંજલપુર પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે જુગારીઓ પાસેથી રોકડા ૧૪,૪૨૦, ૮ મોબાઇલ ફોન, ચાર બાઇક મળી કુલ ૧.૪૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા જુગારીઓમાં (૧) પ્રકાશ રણછોડભાઇ ભાટ (રહે. મારૃતિધામ સોસાયટી, જ્યુપિટર ચોકડી પાસે, માંજલપુર) તથા (૨) જીતુ મોહનભાઇ ભાટ (૩) દિપક જગદીશભાઇ ભાટ (૪) જીતુ કિશોરભાઇ ભાટ (૫) રવિ અજમેરીભાઇ ભાટ (૬) સન્ની બલ્લુભાઇ ભાટ (૭) કરણ ગોપાલભાઇ ભાટ (૮) સુનિલ રમેશભાઇ ભાટ તથા (૯) વિક્કી ખેતાભાઇ ભાટ ( તમામ રહે. તુલસીવન એપાર્ટમેન્ટ) નો સમાવેશ થાય છે.
જ્યારે અન્ય એક કિસ્સામાં કુંભારવાડા પોલીસે વારસિયા વિસ્તારમાં જુગાર રમતા (૧) કિશન મોહનભાઇ મારવાડી (૨) રતિલાલ અમરાભાઇ મારવાડી (૩) જીતુ વીરાભાઇ મારવાડી (૪) મનોજ નારાયણદાસ મારવાડી ( તમામ રહે. વારસિયા) તથા (૫) ભગવાનદાસ નેનુમલલાલ લાલવાણી (રહે.જે.પી.નગર, આજવારોડ) ને ઝડપી પાડયા છે. પોલીસે જુગારીઓ પાસેથી કુલ ૧૧,૨૫૦ રૃપિયાની મતા કબજ ેકરી છે.



