दुनिया

અજાણ્યાની બેગ પકડતા પહેલા 100 વાર વિચારજો! માલદીવમાં આ કેસમાં ઝડપાયા તો આજીવન કેદ અથવા મોતની સજા | Maldives Drug Laws: NCB Issues Strict Travel Advisory for Indians After Legal Changes


India Advisory On Maldives Drug Laws : ભારતીય નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ માલદીવનો પ્રવાસ કરનારા ભારતીયો માટે 23 એપ્રિલે ચેતવણીરૂપ એડવાઈઝરી જાહેર કરી છે. આમાં માલદીવમાં કડક કરાયેલા એન્ટી-ડ્રગ્સના કાયદાઓ ઉલ્લેખ કરીને ભારતીયોને માહિતી અપાઈ છે. માલદીપ સરકારે માર્ચ-2026માં ‘ડ્રગ્સ એક્ટ’ (નશીલા પદાર્થો સાથે જોડાયેલા કાયદા)માં ફેરફાર કર્યા છે. હવે ત્યાં ડ્રગ્સના ગુનાઓ હેઠળ અપાતી સજા વધુ કડક કરવામાં આવી છે.

સામાન્ય ડ્રગ્સ સાથે પકડાશો તો પણ માલદીવમાં કડક સજા

માલદીવના નવા કાયદા મુજબ, જો કોઈ નશીલા પદાર્થોની તસ્કરી કરશે કે પછી પાસે રાખશે તો તેને આજીવન કેદની સજા થઈ શકે છે. જો કોઈ મોટાપાયે ડ્રગ્સ તસ્કરી કરતો ઝડપાશે તો તેને કોર્ટ મોતની સજા સંભળાવી શકે છે. જો ઓછી માત્રાનો ડ્રગ્સ મળશે તો પણ ખૂબ જ કડક સજા ફટકારવાની જોગવાઈ કરવામાં આવી છે.

અજાણ્યાની બેગ પકડતા પહેલા 100 વાર વિચારજો! માલદીવમાં આ કેસમાં ઝડપાયા તો આજીવન કેદ અથવા મોતની સજા 2 - image

આ પણ વાંચો : મરજીથી ત્યાં ગયા હતા…, રશિયામાં ભારતના 10 યુવાનોના મોત મામલે સુપ્રીમ કોર્ટમાં સરકારનો જવાબ

માલદીવમાં ધરપકડની ઘટના બાદ NCBએ જાહેર કરી એડવાઈઝરી

તાજેતરમાં જ માલદીવમાં ડ્રગ્સના ગુના હેઠળ ભારતીયો સહિત અનેક વિદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના સામે આવ્યા બાદ માલદીવ સ્થિત ભારતીય દૂતાવાસ અને એનસીબીએ આ ગાઈડલાઈન જાહેર કરી છે. એનસીબીએ માલદીવ જનારા તમામ ભારતીયોને નિયમોનું કડકાઈથી પાલન કરવાની સલાહ આપી છે.

આ પણ વાંચો : અલ નીનોને કારણે ભીષણ ગરમી પડશે, મે મહિનાથી દેખાશે અસર, WMOની ચેતવણી

NCAએ ભારતીયોને આપી આ સલાહ

  • અન્યનો સામાન ન લો : કોઈપણ સ્થિતિમાં મિત્ર, ઓળખીતા કે અજાણ્યા વ્યક્તિનું કોઈપણ પાર્સલ, બેગ કે પેકેટ ન લેવું જોઈએ. જો તમે તે સામાન લો છો તો તમારી પાસે તે વસ્તુની સંપૂર્ણ માહિતી હોવી જોઈએ.
  • એરપોર્ટ પર અજાણ્યાઓથી સાવધાન : એરપોર્ટ, પોર્ટ કે રસ્તામાં કોઈ વ્યક્તિ તેનો સામાન તમને લઈ જવાની ભલામણ કરે તો, કે પછી તમને મજબૂર કરે તો પણ સ્પષ્ટ ઈન્કાર કરી દો.
  • તમારા સામાન પર નજર રાખો : પ્રવાસના સમયગાળા દરમિયાન તમારા સામાન પર સંપૂર્ણ દેખરેખ રાખો. તમારે સતર્ક રહેવું જોઈએ કે, કોઈ છાનામાના તમારા સામાનમાં કોઈ વસ્તુ ન મુકી દે.
  • બહારનું નહીં ચાલે : જો કોઈપણ દેશમાં તમે એમ કહેશો તે તમને કાયદાની જાણકારી ન હતી, પરંતુ તમારી આ દલીલ તમને કાયદામાંથી નહીં બચાવી શકે. કાયદાનું ઉલ્લંઘન કરશો તો ગંભીર પરિણામ ભોગવવા પડશે.
  • ફરિયાદ નોંધાવો : જો પ્રવાસ દરમિયાન કોઈ અજાણ્યો વ્યક્તિ ‘તમે મારો સામાન લઈ જાવ’ તેવી જીદ કરે તો તમે તાત્કાલીક ભારત સરકારના MANAS (માનસ) નેશનલ નાર્કોટિક્સ હેલ્પલાઈન નંબર 1933 પર તેની ફરિયાદ નોંધાવો.



Source link

Related Articles

Back to top button