કોંગ્રેસના કોર્પોરેટર જેલમાં તો સાબિર કાબલીવાલા પ્રચારમાં… બોગસ ખેડૂત કેસમાં સરકારના બેવડાં ધોરણ | Bogus Farmer Case Sparks Political Clash in Gujarat Congress Targets Govt

![]()
Gujarat Local Body Elections 2026: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદારોને અસર કરે તેવા કોઈ ચૂંટણી મુદ્દા રહ્યા નથી પરિણામે ભાજપ ચૂંટણી જીતવા અવનવા રાજકીય પેંતરા રચી રહ્યું છે. હવે એ વાત સામાન્ય બની છે એ મુસ્લિમ મતોમાં ધ્રુવીકરણ કરવા માટે અસદદુદ્દીન ઓવૈસીની ભૂમિકા રહી છે. આ જોતાં ગુજરાતમાં પણ ભાજપ સરકાર જાણે ઓવૈસીની પાર્ટી એઆઈએઆઈએમ પર મહેરબાન છે.
બોગસ ખેડૂત કાબલીવાલા પર ભાજપ સરકારના ચાર હાથ
વાત જાણે એવી છે કે, બોગસ ખેડૂત પ્રકરણમાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર તસ્લીમ તિરમીજીને સરકારે જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. બીજી તરફ, પૂર્વ ધારાસભ્ય સાબિર કાબલીવાલાએ ખેડા જિલ્લામાં બોગસ ખેડૂત બની લાખો કરોડોની જમીનો ખરીદી છે. આ મામલે ફરિયાદીએ અત્યાર સુધીમાં કુલ મળીને 100થી વધુ વખત ફરિયાદો કરી છે. મામલતદારથી માંડીને મહેસૂલ મંત્રી, મુખ્યમંત્રી સુધી ફરિયાદો કરી છે પણ કાબલીવાલાનો વાળ વાંકો થયો નથી. કોંગ્રેસનો આરોપ છે કે, મુસ્લિમ મતોમાં ભાગલા પાડવાનું સરકારનું આ ઈનામ છે.
એવી ચર્ચા છે કે, બોગસ ખેડૂત પ્રકરણમાં જેલમાં બંધ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર તસ્લીમ તિરમીજીને ઓવીસીની પાર્ટી તરફથી ઓફર કરવામાં આવી હતી કે, અમારી સાથે જોડાઈ જાવ, બોગસ ખેડૂત પ્રકરણમાં કશું નથી થાય. આ પરથી એક વાત નક્કી છે કે ઓવૈસીની પાર્ટી અને ભાજપ વચ્ચે રાજકીય સાંઠગાંઠ છે એ વાત નક્કી છે.
ઉલ્લેખનીય છે કે, ગત વખત અમદાવાદમાં લઘુમતી પ્રભાવિત વિસ્તારોમાં ઓવૈસીની પાર્ટીએ પેનલો ઉતારી હતી પણ આ વખત ખાખી ઈશારે અમુક ઉમેદવારોના હરાવવા માટે અમુક બેઠક પર એક એક ઉમેદવાર ઉતારાયો છે.



