કાલે કોઈ ગમે તો તેને, બધા ‘ગમે તેવા’ મુક્યા હોય તો નોટાને- પણ મત આપો | Tomorrow if you like someone vote for them if everyone has put ‘like’ vote for NOTA too

![]()
સુપ્રીમકોર્ટના 2013ના ચૂકાદાથી કોઈને મત નહીં દેવાનો ‘મત’ આપવા વિકલ્પ : મહાપાલિકા, નગરપાલિકાની ચૂંટણીમાં એક મતદાર કુલ મહત્તમ 4 મત અથવા સીંગલ નોટાને જ મત આપી શકે છે : રાજકીય પક્ષો પેનલ ચૂંટવાનું કહે છે પરંતુ, મતદારને 4માંથી કોઈ 1 કે 2 કે 3 ને મત આપવાનો અધિકાર
રાજકોટ, : ગુજરાતમાં રવિવાર તા. 26-4-26ના પંચાયતની સાથે મ્યુનિસિપાલ્ટીઝ અને 15 મ્યુનિ.કોર્પો.ની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે મતદારોમાં ઉમેદવારો પ્રતિ ઉત્સાહનો અભાવ જોવા મળે છે. પરંતુ, સપ્ટેમ્બર- 2013માં સુપ્રીમકોર્ટે જારી કરેલા ઓર્ડર મૂજબ નાગરિકોને હવે નોટા (નન ઓફ ધ એબાઉવ અર્થાત્ ઉપરના પૈકી કોઈ નહીં)ને મત આપવાનો બાકાયદા અધિકાર છે.આથી જો કોઈ ઉમેદવાર ગમે તો તેને, પણ પક્ષોએ તડજોડ કરીને બધા જ ઉમેદવાર ગમે તેવા મુકી દીધા હોય તો પણ મતદાર બુથ પર જઈને એકેય ઉમેદવાર ચૂંટવા જેવા નથી તેવો મત પ્રદશત કરવા નોટાનું બટન દબાવી શકે છે.
રાજકીય પક્ષો આંતરિક જુથવાદ,વિખવાદોના પગલે એવો ભારપૂર્વક પ્રચાર કરે છે કે દરેક વોર્ડમાં પેનલના ચારેય ઉમેદવારને મત આપજો.. પરંતુ, વિધાનસભા-લોકસભા ચૂંટણી કરતા આ ભિન્ન પ્રકારનું મતદાન સમજવા જેવું છે.
મતદાર પાસે બુથ પર જઈને આટલા વિકલ્પો છે (1) દરેક મુખ્ય પક્ષે ચાર-ચાર ઉમેદવારો મુ્કયા હશે તેમાંથી કોઈ એક જ ઉમેદવાર ગમે તો તેની સામેનું બટન દબાવીને નીચે રજીસ્ટર બટ દબાવે તો તે એકને જ મત મળશે. (2) આ રીતે બે,ત્રણ અને મહત્તમ ચાર ઉમેદવાર પછી ભલે તે અલગ અલગ પક્ષના હોય તો તેમના નામ સામેનું બટન દબાવી 4 સુધી મત આપી શકે છે. (3) પરંતુ, નોટાનું બટન દબાવ્યું હોય તો અ્ન્ય કોઈ ઉમેદવારને મત આપી ન શકાય અને આ જ રીતે જો એક ઉમેદવારને મત આપી દીધો હોય તો પણ નોટાનું બટન દબાવી શકાય નહીં. રજીસ્ટર બટન દબાવ્યા બાદ બીપઅવાજ સૂચવે છે કે મત પડી ગયો છે. મતદારે એ જાણવું જરૂરી છે કે ધારાસભામાં માત્ર એક ઉમેદવારને જ્યારે સુધરાઈ, મનપામાં તેઓ પોતાના વોર્ડમાં 1થી મહત્તમ 4 સુધી મત આપવા અધિકૃત છે.



