गुजरात

વડોદરાના લાલબાગ બ્રિજ નજીક પાદરાના વેપારી યુવકની આંતરીને મોબાઈલ અને રોકડાની લૂંટ | A young businessman from Padra was robbed near Lalbagh Bridge in Vadodara



Vadodara Crime : વડોદરાના પાદરાની રામેશ્વર નગર સોસાયટીમાં રહેતા કુણાલ સતીશભાઈ ગાંધી પાદરામાં મોબાઇલ શોપ ચલાવે છે. અટલાદરા પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે હું ગત 22મી તારીખે રીપેરીંગ કરવા આપેલો મોબાઇલ લેવા માટે ગયો હતો ત્યારે રાત્રે 9:30 થી 10:00 ની વચ્ચે અટલાદરાથી પરત જતો હતો ત્યારે લાલબાગ બ્રિજના છેડા પાસે રોયલ મેળા નજીક પાછળથી મોપેડ પર ત્રણ યુવકોએ મને ઓવરટેક કરી આંતરી લીધો હતો. અને ત્રણ પૈકીના એક વ્યક્તિ મારા મોબાઈલમાંથી લેડીઝનો નંબર લઈ તેને ફોન કરી ભૂલમાં બે લાખ રૂપિયા આવી ગયા છે તે પરત કરો એવું કહેવાનું જણાવ્યું હતું. પરંતુ તે મહિલાએ રૂપિયા આવ્યા નહીં હોવાનું જણાવતા આરોપીઓએ મને માર માર્યો હતો અને મારા પેન્ટના ખીસ્સામાંથી રોકડા 2000 તેમજ મોબાઇલ ફોન લૂંટીને ભાગી ગયા હતા.



Source link

Related Articles

Back to top button