गुजरात

વિદ્યાલયના ગૃહપતિની ઓળખ આપી 2 શખ્સે વિદ્યાર્થી સાથે છેતરપિંડી આચરી | 2 men impersonated the school’s landlord and cheated a student



મહુવાના ભાવનગર-સોમનાથ, નેશનલ હાઇવે પર આવેલ

કયુઆર કોડ મારફતે રૃપિયા મેળવી અંગત ઉપયોગમાં બન્ને ઈસમે લીધા હતા

ભાવનગર –  મહુવાના ભાવનગર-સોમનાથ, નેશનલ હાઇવે પર આવેલ બેલુર વિધાલયમાં અગાઉ ગૃહપતિ તરીકે ફરજ બજાવતા અને તેના સંબંધીએ સાથે મળી બેલુર વિધાલયનાના કુલ ૮ વાલીઓ પાસેથી બેલુર વિધાલયના ગૃહપતિ તરીકે ઓળખ આપી કયુઆર કોડ મારફતે રૃપિયા મેળવી વિધાર્થીઓ સાથે છેતરપિંડી આચરી હતી.

મહુવાના ભાવનગર-સોમનાથ, નેશનલ હાઇવે માઢીયા ગામની સીમ બેલુર વિધાલયમાં રહેતા અને રાજુલા તાલુકાના રામપરા-ર ગામે વુન્દાવન કુમાર વિધાલયમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા તેમજ  બેલુર વિધાલયમાં નાણાકીય વહીવટની જવાબદારી સાંભળતા પ્રવિણભાઈ માધાભાઈ નકુમેં મહુવા પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે,રાકેશ નરશીભાઈ ચુડાસમા અગાઉ બેલુર વિધ્યાલય ખાતે ગ્હપતિ તરીકે નોકરી કરતા તેમજ તેઓના સંબંધી રાકેશ મધુભાઈ મકવાણાએ સાથે મળી બેલુર વિધાલયનાના કુલ ૮ વાલીઓ પાસેથી બેલુર વિધાલયના ગૃહપતિ તરીકે ઓળખ આપી રૃ.૧૪,૮૩૦ કયુઆર કોડ મારફતે મેળવી પૈસાનો પોતાના અંગત ફાયદા માટે ઉપયોગ કરી વિધાર્થીઓના વાલીઓ સાથે છેતપીંડી આચરી હતી.આ બનાવ સંદર્ભે બન્ને શખ્સ વિરૃધ્ધ પાલીતાણા રૃરલ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.



Source link

Related Articles

Back to top button