दुनिया

ભારત ચીન વિરૂદ્ધ ટ્રમ્પે ઝેર ઓક્યું : તેમને નર્કનાં દ્વાર કહ્યું : ટ્રમ્પને આટલું ઝેર શા માટે છે ? | Trump spews venom against India and ChinaThey called the gates of hell: Why is Trump so venomous



– ટ્રમ્પ અમેરિકાનો બર્થરાઇટ સીટીઝનશિપ કાનૂન બદલવા માગે છે તે કહે છે તે કાનૂનથી વિદેશીઓ લાભ લે છે : નુકસાન અમેરિકનોને થાય છે

વૉશિંગ્ટન : પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે ભારત વિરૂદ્ધ આપત્તિજનક ટીકા કરી છે. તે અંગેનો એક પોસ્ટ શેર કરાયો છે. જે રેડીયો હોસ્ટ માઇકલ સેવેજે કર્યો છે. તેમાં તેઓએ એક પત્ર શેર કર્યો છે, જેમાં ભારત એ ચીન વિરૂદ્ધ ટ્રમ્પે કરેલી ટીકા શેર કરાઈ છે. તેમાં પ્રમુખ ટ્રમ્પને એવું કહેતા જાણવા મળે છે કે ભારત અને ચીનના લોકો અમેરિકા આવે છે અને ૯ મહિનામાં બાળકને જન્મ આપે છે. આ રીતે તે બાળક અમેરિકાનું નાગરિક બની જાય છે તે અમેરિકામાં જ મોટું થઇ ભારત કે ચીન પાછાં ફરેલાં તેમનાં માતા પિતાને કે બ્લડ રીલેશનવાળી વ્યક્તિઓને અમેરિકામાં બોલાવી લે છે.

આ પછી તેઓ (અમેરિકાના પ્રમાણમાં) ઘણા ઓછા પગારે નોકરીઓ લઇ લે છે તેથી અમેરિકાના યુવાનો બેકાર બને છે.

વાસ્તવમાં ટ્રમ્પે તેના ચૂંટણી પ્રચાર સમયે પણ આ મુદ્દો જોરદાર રીતે ઉઠાવ્યો હતો.

આ ઉલ્લેખ કરતાં ટ્રમ્પે ભારત અને ચીનને નર્કનાં દ્વાર કહ્યાં હતાં. તેમજ અમેરિકામાં વધેલી મોંઘવારી માટે પણ આ વિદેશીઓને કારણભૂત કહ્યા હતા.

સેવેજે પણ આ પ્રવાસી વસાહતીઓને લેપ ટોપવાળા ગેંગસ્ટર્સ કહ્યા હતા, અને કહ્યું હતું કે તે વિદેશીઓએ અમેરિકાને માફીયાઓ કરતાં પણ વધુ નુકસાન કર્યું છે. તેમણે વધુમાં કહ્યું કે કેલિફોર્નિયામાં હવે શ્વેત પુરૂષો માટે નોકરીઓ જ રહી નથી. કારણ કે તેની ઉપર ભારતીયો અને ચીનીઓએ જ કબ્જો જમાવી દીધો છે.



Source link

Related Articles

Back to top button