दुनिया

અમેરિકા ઇરાન મંત્રણા ફ્લોપ થઇ તે માટે અસીમ મુનીરની ડબલ ગેઇમ જ જવાબદાર | Asim Munir’s double game is responsible for the flop of US Iran talks



– મધ્યસ્થી થવા માટેની પાકિસ્તાનની વિશ્વસનીયતા જ નથી રહી : ઇરાન અમેરિકા મંત્રણાનો બીજો રાઉન્ડ જ નિલંબિત રહ્યો છે

નવી દિલ્હી : ઇરાન અમેરિકા મંત્રણાનો બીજો દોર શરૂ ક્યારે થશે તે કહી શકાય તેમ નથી. તે સાથે મધ્યસ્થી થવાથી પાકિસ્તાનની વિશ્વસનીયતા ઉપર પ્રશ્નાર્થ મુકાઇ ગયો છે. એક સમયે તો અમેરિકાાના પ્રમુખ ટ્રમ્પે કહ્યું હતું કે ક્ષિતિજ ઉપર શુભ સમાચાર દેખાઈ રહ્યા છે ત્યાં જ છેલ્લી મીનિટે અમેરિકાનાં પ્રતિનિધિમંડળના નેતા જેડી વાન્સે ઇસ્લામાબાદ જવાનું ટાળતાં મંત્રણા શરૂ થઇ નહીં. મૂળ વાત તો તેમ હતી કે ઇરાને જ પ્રતિનિધિ મંડળ મોકલવાની ના કહી. જો કે વાન્સ પછીથી ઇસ્લામાબાદ પહોંચ્યા પરંતુ ઇરાની પ્રતિનિધિ મંડળ આવ્યું જ નહીં. મંત્રણા કરવી કોની સાથે તે પ્રશ્ન ઉપસ્થિત થયો.

આ પૂર્વે મુનીર તહેરાન ગયા હતા અને ઇસ્લામિક રીવોલ્યુશનરી ગાર્ડઝ કોર્પ્સના નેતાઓ અને લશ્કરના ટોચના નેતાઓને મળ્યા હતા. તેમજ વરિષ્ટ રાજકીય નેતાઓને પણ મળ્યા.

આ અંગે જીયો પોલિટિકલ એક્ષપર્ટ અને ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ જણાવે છે કે મુનીરે ઇરાનીઓને તેમ કહ્યું હતું કે મંત્રણાનો બીજો દોર શરૂ થાય તે પહેલાં ટ્રમ્પ હોર્મુઝ સ્ટ્રેઇટસ ઉપરનો બ્લોકેડ ઉઠાવી લેશે. ઇરાનીઓ તેથી ગુરૂવારે ઇસ્લામાબાદ પહોંચવાના જ હતા. તેવામાં ટ્રમ્પે સીઝ ફાયર લંબાવ્યો. પરંતુ બ્લોકેડ ચાલુ રાખ્યો.

આથી મધ્યસ્થી થવાની પાકિસ્તાનની વિશ્વસનીયતા શંકામાં આવી ગઈ, તેટલું જ નહી પરંતુ પાકિસ્તાનની તટસ્થતા ઉપર પણ શંકા જાગી. બીજી તરફ ટ્રમ્પના એક તરફી નિર્ણયોથી મુનીર અને પાકિસ્તાનની સરકાર દિગ્મૂઢ બની રહી. કારણ કે નેવલ બ્લોકેડ જ મંત્રણામાં મુખ્ય અવરોધક બની રહ્યો છે, જે ઉઠાવવાની ટ્રમ્પે સ્પષ્ટ ના કહી દીધી છે. ઇરાને મંત્રણામાં જોડાવાની ના કહી દીધી.

ઇરાનને મુનીરનો વિશ્વાસ ન રહ્યો તે અમેરિકાની ૧૫-૧૬ દરખાસ્તો લઇ તહેરાન ગયો પરંતુ તહેરાનની ૧૦ દરખાસ્તો તેણે અમેરિકાને પહોંચાડી જ નહીં. બીજી તરફ અમેરિકા બ્લોકેડ ઉઠાવવાનું જ નથી છતાં મુનીર તેમની દરખાસ્તો લઇ આવતાં ઇરાન, મુનીરને અમેરિકાના જ દૂત માને છે. તેને મુનીરનો વિશ્વાસ નથી રહ્યો.



Source link

Related Articles

Back to top button