વ્યાજે આપેલા નાણાની પિતા અને પુત્રએ યુવાનને છરી બતાવી પઠાણી ઉઘરાણી કરી | Father and son showed a knife to a young man and demanded money given at interest

![]()
યુવાને ૧૦ લાખ ચૂકવી આપ્યા હોવા છતાં
યુવાને બે વર્ષ પહેલા ૩૦ ટકા વ્યાજે ૨.૮૦ લાખ લીધા હતા
ભાવનગર – ભાવનગરમાં વ્યાજે લીધેલા નાણાંની ઉઘરાણી કરવા પિતા-પુત્રએ યુવાનને છરી દેખાડી ધમકી આપી હતી. આ મામલે યુવાને બન્ને શખ્સ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
શહેરના જમનાકુંડ વિસ્તારમાં રહેતા અને પાનની દુકાન ચલાવતા વસીમભાઈ યુનુસભાઇ દસાડિયાને આજથી આશરે બે વર્ષ પહેલા વેપાર ધંધાના કામે પૈસાની જરૃરીયાત ઉભી થતા ઉછીના પૈસા લેવા માટે તપાસ કરતો હતો.તે દરમિયાન વસીમભાઈ વાત મળેલ કે હલુરીયા ચોકમા બેસતા રામા બોઘાભાઈ ખોડા (રહે. અખીલેશ સર્કલ એરપોર્ટ રોડ ભાવનગર ) વ્યાજે પૈસા આપે છે.અને વસીમભાઈ રામા ખોડાને મળી વેપાર ધંધા માટે પૈસાની જરૃરીયાત છે તો તમે મદદ કરશો ? એમ વાત કરતા તેમણે કહેલ કે કેટલા પૈસાની જરૃર છે ? એટલે વસીમભાઈ તેને ત્રણ લાખની જરૃર હોવાનુ કહેતા તેણે ૩૦ ટકા લેખે રૃ.૨, ૮૦.૦૦૦ આપવાનું કહેલ અને દર મહિને રૃ.૮૪,૦૦૦ વ્યાજ આપવું પડશે તેમ કહ્યું હતું.અને બીજા દિવસે રામા ખોડા રોકડ રકમ આપી ગયો હતો.અને વસિમભાઈ દર મહિને વ્યાજ ચૂકવી આપતા હતા અને એક વર્ષ સુધી વસિમભાઈએ રૃ.૧૦ લાખ વ્યાજના ચૂકવી આપ્યા હતા.અને વસીમ ભાઈનો વ્યસાય બંધ થતા વ્યાજના રૃપિયા ચૂકવી નહીં શકતા અવાર-નવાર આવી વ્યાજ અને મુદ્દલ સહીત ૧૨ લાખ રૃપીયાની પઠાણી ઉઘરાણી કરવા લાગ્યા હતા. દરમિયાનમાં વસીમભાઈએ પૈસા ચુકવવાની ના પાડતા રામ ખોડા અને તેનો દિકરો હાર્દીક રામભાઈ ખોડા બંન્ને જણાએ વસીમભાઈ અને તેના ભાઈ સાજીદ દસાડીયા સાથે માથાકુટ ઝગડો કરી ગાળો આપી રામએ છરી કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી પઠાણી ઉઘરાણી કરી હતી.આ બનાવ સંદર્ભે વસીમભાઈએ પિતા પુત્ર વિરૃધ્ધ ગંગાજળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.



