गुजरात
વડોદરાના જવાહરનગરમાં સમોસા લેવા ગયેલી 15 વર્ષીય સગીરા નો 6 દિવસથી પત્તો નથી | 15 year old girl who went to buy samosas has been missing for 6 days

![]()
વડોદરાઃ શહેરના જવાહરનગર વિસ્તારમાં ગૂમ થયેલી ૧૫ વર્ષીય સગીરાનો છ દિવસથી પત્તો નહિ લાગતાં પોલીસની ટીમો શોધખોળ કરી રહી છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે,ગઇ તા.૧૬મીએ સવારે ૧૧ વાગ્યાના અરસામાં સગીરા સમોસા લેવા માટે દુકાને ગઇ હતી, ત્યારબાદ તે પરત નહિ ફરતાં પરિવારજનોએ તમામ સંપર્ક સ્થાનો પર શોધખોળ કરી હતી.
આખરે તેમણે જવાહરનગર પોલીસને જાણ કરતાં પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો છે અને જુદીજુદી ટીમો બનાવી સીસીટીવી ફૂટેજને આધારે તપાસ શરૃ કરી છે.સગીરાનો છ દિવસથી કોઇ પત્તો નહિ લાગતાં પરિવારજનોની હાલત દયનિય બની છે.



