નિકોલમાં ગોડાઉનમાંથી રૃ.૨૩.૨૫ લાખના ૩૧ ટુ વ્હીલર ચોરાયા | 31 moped ra solá

![]()
અમદાવાદ, બુધવાર
નિકોલ વિસ્તારમાં અક્ષર કોમ્પલેક્ષમાં આવેલા સિંગલ ઓટો મોટીવ પ્રા. લીમીટેડ નામની હોન્ડા ટુવ્હીલર શો રુમ કંપનીના ગોડાઉનમાંથી રૃા. ૨૩.૨૫ લાખના ૩૧ એક્ટિવાના ચોરી થઇ હતી. જો કે ગાડીઓમાં ચાવીઓ લગાડેલી હોવાથી કોઇક વ્યક્તિ ચાલુ કરીને લઇ ગયો હતો. કંપની દ્વારા આવક જાવક ચેક કરતાં ત્રણ મહિના બાદ વાહન ચોરાયાની જાણ થઇ હતી. આ બનાવ અંગે નિકોલ પોલીસે ચોરીનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધાર તપાસ શરુ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં કોઇ જાણભેદુ હોવાની શંકા આધારે તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આવક જાવક ચેક કરતા એક્ટિવા ચોરાયાની જાણ થઇ ઃ નિકોલ પોલીસે ચોરીનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ તથા જાણ ભેદુ હોવાની દિશામાં તપાસ
નવા નરોડા ખાતે રહેતા અને નિકોલમાં સિંગલ ઓટો મેટીવ પ્રા.લી.ના હોન્ડા ટુવ્હીલર શો રુમમાં મેનેજર તરીકે નોકરી કરતા યુવકે નિકોલ પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યકિત સામે ફરિયાદ નોંધાવી છે કે તેમની કંપનીના ગોડાઉનમાં તા. ૦૧-૦૧-૨૦૨૬ના રોજ કુલ ૧૨૦૦ નંગ એક્ટિવા મુકેલા હતા.
તા. ૦૧-૦૪-૨૦૨૬ના રોજ ગોડાઉનમાં ટુ વ્હીલરના સ્ટોકની ગણતરી કરતા કંપનીના ગોડાઉનમાંથી રૃા. ૨૩.૨૫ લાખના ૩૧ એક્ટિવાના ચોરી ઓછી હતી.ગાડીઓમાં ચાવીઓ લગાડેલી હોવાથી કોઇક વ્યક્તિ ચાલુ કરીને લઇ ગયો હતો.



