गुजरात

વડોદરામાં આચાર સંહિતાનો ભંગ : 100થી વધુ હોર્ડિંગ્સ, બેનરો ઉતારી લેવાયા, દિવાલ પત્રો પર કાળો કૂચડો ફેરવાયો | Code of Conduct Violation in Vadodara: More than 100 hoardings banners removed



Vadodara Election : સ્થાનિક સ્વરાજ્ય અને વડોદરા પાલીકાની ચૂંટણી આગામી 26ના યોજાશે. આ અંગે શહેરમાં ચૂંટણી આચાર સંહિતાનો કડક અમલ અગાઉથી જ શરૂ થઈ ગયો છે ત્યારે આચાર સંહિતાના ભંગની શક્યતા અંગે શહેરના વિવિધ વિસ્તારમાંથી 100થી વધુ હોર્ડિંગ્સ, બેનરો ઉતારી લેવાયા હતા જ્યારે દિવાલ પત્રો પર કાળો કુચડો ફેરવી દેવાયો હતો. 

ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વરાજ્ય અને વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણી આગામી તા.26, રવિવારે યોજાશે. આ અંગે ચૂંટણી પંચ દ્વારા અગાઉથી આચાર સંહિતા લાગુ કરવામાં આવી છે ત્યારે વડોદરા પાલિકાના કોમર્શિયલ વિભાગની આગેવાનીમાં અને જુદા જુદા વોર્ડના ઝોનલ અધિકારી દ્વારા ચૂંટણી આચાર સંહિતાના ભંગ અંગે 100થી વધુ હોર્ડિંગ્સ, બેનરો ઉતારી લેવાયા હતા. આ ઉપરાંત દિવાલો પર લગાવાયેલા પત્રો અને વિવિધ સૂત્રો બાબતે તંત્ર દ્વારા કાળો કૂચડો લગાવી દેવામાં આવ્યો હતો.



Source link

Related Articles

Back to top button