કોન્ટ્રાક્ટના ૭૨ કર્મીઓને નોકરીમાંથી છૂટા કરાતા વિવાદ | Controversy over dismissal of 72 contract workers

![]()
મ્યુનિ.કોર્પોરેશનના
વિવિધ વિભાગો અને વોર્ડ કચેરીઓમાં લાગતો અને આવક સ્વીકારવાની કામગીરી કરતા
આઉટસોર્સના ૭૨ કર્મીઓને છૂટા કરવાના નિર્ણયથી મૂંઝવણમાં મૂકાયેલા કર્મચારીઓએ
ડેપ્યુટી.મ્યુનિ. કમિશ્નરને રજૂઆત કરી છે.
રજૂઆતમાં
જણાવાયા મુજબ, મ્યુનિ.કોર્પોરેશનના વિવિધ વભાગો
તથા વોર્ડ ઓફિસમાં છેલ્લા ૯ વર્ષથી કોન્ટ્રાક્ટ હેઠળ ફરજ બજાવતા ૭૨ કર્મચારીઓને ૩૦
જૂનના રોજ નોકરીમાંથી પડતા મૂકવાની કાર્યવાહી કરાઈ રહી છે.
વધુમાં
ઉમેર્યું કે, કર્મચારીઓ તથા તેમના પરિવારજનોની આજીવિકા આ રોજગાર પર આધારિત હોઈ છુટા
કરવાથી આર્થિક અને સામાજિક અસર થશે, જેથી કર્મચારીઓને
નોકરીમાંથી છૂટા ન કરી રોજગારની વૈકલ્પિક વ્યવસ્થી ઊભી કરવા માગણી કરાઈ છે.
સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે સંસ્થાની નાણાંકીય અને હિસાબી સંદર્ભની કામગીરી આઉટસોર્સથી કરાવવા પરિપત્ર
જારી કર્યો હોવા છતાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા બેંક તરફથી આપવામાં આવતી મેનપાવપર
સુવિધા બંધ કરી વસૂલાત અને તેના સંલગ્ન કામગીરી અગાઉ મુજબ મ્યુનિ.કોર્પોરેશનના
કાયમી કર્મચારીઓ પાસેથી કરાવવાનો નિર્ણય લીધો હોવાનું જણાવાયું છે.



