गुजरात

લગ્ન કરીને યુવતીએ પતિના ઘરે રહેવાનું કહેતા પોલીસ સ્ટેશનમાં મારા મારી | Iwe ekkewe polis lon Isanpur ra makkei eu case ngeni fomon aramas



અમદાવાદ,મંગળવાર

ઇસનપુરમાં રહેતા એકજ સમાજના યુવક અને યુવતીએ નિકાહ કર્યા બાદ યુવતી પોતાની મરજીથી પતિના ઘરે રહેવા માગતી હતી જેને લઇને મામલો પોલીસ સ્ટેશનમાં પહોચ્યો હતો બીજીતરફ યુવક અને યુવતી એક જ સોસાયટીમાં રહેતા હોવાથી પોલીસ સ્ટેશનમાં  સામ સામે ધક્કામૂકી કરીને મારા મારી અને બુમાબુમ કકીને હોબાળો આતંક મચાવ્યો હતો. આ બનાવ અંગે ઇસનપુર પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોતાની મરજીથી લગ્ન કરતા બન્નેના પરિવારજનોએ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં બુમાબુમ કરી આતંક મચાવ્યો

ઇસનપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મનોજભાઇએ વટવામાં રહેતા ચાર લોકો સામે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે સાંજે તે નોકરી ઉપર હાજર હતા ત્યારે અરજદાર યુવતી અને તેનો પતિ આવ્યા હતા. જેમાં બંન્નેએ જણાવ્યું કે અમે અમારી મરજીથી નિકાહ કરેલ છે. જો કે બન્નેના પરિવારજનો એક જ ચાલીમાં રહેતા હોવાથી યુવતી તેના માતા-પિતાને જાણ કરવા માંગતી હોવાથી તેના પિતાને ફોન કરીને જાણ કરાતા માતા-પિતા તથા મામા પોલીસ સ્ટેશન આવ્યા હતા.

 તેમજ યુવકના પિતા સહિત પરિવારજનો પણ આવ્યા હતા અને બન્નેના પરિવારજનો વચ્ચે ઇન્વે સ્કોડ રૃમની બહાર જોરજોરથી બૂમાબૂમ કરીને ઝઘડો કરીને ધક્કામૂક્કી મારા મારી કરવા લાગ્યા હતા. જેથી અન્ય પોલીસકર્મીઓએ વચ્ચે પડીને મામલો થાળે પાડયો હતો. આ અંગે ઇસનપુર ચાર લોકો સામે શાંતિ સુલેહ ભંગનો ગુનો નોંધીને વધુ તપાસ શરુ કરી છે.



Source link

Related Articles

Back to top button