दुनिया

ઈરાનનો ખેલ ખતમ કરવા ખાડી દેશોએ શોધી કાઢ્યો નવો રસ્તો! ઓઇલ પહોંચાડવા માટે હોર્મુઝની જરૂર નહીં રહે | arab countries oil pipeline bypass strait of hormuz saudi uae iraq


Saudi East-West Pipeline Petroline: ફેબ્રુઆરી 2026માં જ્યારે ઈરાન અને અમેરિકા વચ્ચેના તણાવને કારણે સ્ટ્રેટ ઑફ હોર્મુઝ બંધ થવાની અણી પર આવ્યું, ત્યારે વિશ્વના ઓઇલ બજારમાં હાહાકાર મચી ગયો હતો. દરરોજ 2 કરોડ બેરલ ઓઇલ જ્યાંથી પસાર થાય છે તે રસ્તો જોખમમાં આવતા સાઉદી અરેબિયા, યુએઈ અને ઈરાક જેવા દેશોએ હવે ‘પોર્ટ ટુ પાઇપલાઇન’ મિશન તેજ કર્યું છે.

સાઉદી અરેબિયા 1200 કિમી લાંબી ઈસ્ટ-વેસ્ટ પાઇપલાઇન

સાઉદી અરેબિયાએ તેની સૌથી મહત્વની પેટ્રોલાઈનને ફૂલ સ્પીડ પર ચલાવવાનો નિર્ણય લીધો છે. આ પાઇપલાઇન ઓઇલને અબકાઈક(પૂર્વી ક્ષેત્ર)થી સીધું યંબુ પોર્ટ (લાલ સમુદ્ર) સુધી પહોંચાડે છે. આની ક્ષમતા 70 લાખ બેરલ પ્રતિ દિન છે. અગાઉ અહીંથી માત્ર 17 લાખ બેરલ મોકલાતું હતું, જે માર્ચ 2026 માં વધારીને 59 લાખ બેરલ કરી દેવાયું છે. આનાથી ઓઇલ હોર્મુઝની જરૂરિયાત વગર જ યુરોપ અને એશિયા પહોંચી શકશે.

UAE: હબશાન-ફુજૈરા પાઇપલાઇન (ADCOP)

સંયુક્ત આરબ અમીરાતે પણ હોર્મુઝના રસ્તાને બાયપાસ કરવા માટે તૈયારી કરી લીધી છે. 380 કિમી લાંબી આ પાઇપલાઇન હબશાન ઓઇલ ક્ષેત્રને સીધું ફુજૈરા પોર્ટ સાથે જોડે છે, જે ઓમાનની ખાડીની બહાર અરબ સાગરમાં સ્થિત છે. ફુજૈરા પોર્ટથી ઓઇલ સીધું હિંદ મહાસાગરમાં જાય છે, જેનાથી ઈરાન સાથેના સીધા ટકરાવની શક્યતા ઘટી જાય છે.

આ પણ વાંચો : 24 જ કલાકમાં બાળકોની ‘ડિલિવરી’ કરતી ગેંગનો પર્દાફાશ, બનાસકાંઠા પોલીસે ઓઇલંગાણાથી 3ને દબોચ્યા

ઈરાક અને ઓમાનનો નવો પ્લાન

ઈરાક તેની કિર્કુક-સેયહાન પાઇપલાઇન દ્વારા તુર્કી થઈને ઓઇલ નિકાસ કરી રહ્યું છે. સાથે જ ઈરાક હવે સાઉદી અરેબિયા અને જોર્ડન થઈને લાલ સમુદ્ર સુધી જતી જૂની પાઇપલાઇનોને ફરી શરૂ કરવા પર વિચાર કરી રહ્યું છે. ઓમાનનું દુકમ પોર્ટ હવે વૈકલ્પિક ઓઇલ હબ બની રહ્યું છે. સાઉદી અને યુએઈ અહીં સુધી 10 અબજ ડૉલરના ખર્ચે નવી પાઇપલાઇન બનાવવાની યોજના પર કામ કરી રહ્યા છે.

ઈરાનનો ખેલ ખતમ કરવા ખાડી દેશોએ શોધી કાઢ્યો નવો રસ્તો! ઓઇલ પહોંચાડવા માટે હોર્મુઝની જરૂર નહીં રહે 2 - image

આ પાઇપલાઇન નેટવર્ક કેમ જરૂરી છે?

હોર્મુઝ પર ઈરાનનું નિયંત્રણ છે, જે કોઈપણ સમયે યુદ્ધની સ્થિતિમાં આ રસ્તો બ્લોક કરી શકે છે.  જો પાઇપલાઇન મારફતે ઓઇલ સપ્લાય ચાલુ રહે, તો આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઇલના ભાવ અચાનક આસમાન પર નહીં પહોંચે. અત્યારે આ પાઇપલાઇન માત્ર 20-30% ઓઇલ બચાવી રહી છે, પરંતુ આગામી વર્ષોમાં આ નેટવર્ક ઘણું મજબૂત બનશે. આરબ દેશોનો આ પાઇપલાઇન પ્લાન સ્પષ્ટ સંકેત આપે છે કે, હવે તેઓ ઇંધણ સપ્લાય માટે કોઈ એક દરિયાઈ માર્ગ પર નિર્ભર રહેવા માંગતા નથી. આનાથી ભારત જેવા ઓઇલ આયાતકાર દેશોને પણ મોટી રાહત મળી શકે છે.



Source link

Related Articles

Back to top button