राष्ट्रीय

ચૂંટણીમાં વિચિત્ર નિયમ! રાત્રે દ્વિચક્રી વાહન પર પ્રતિબંધ, દિવસે એક જ સવારી ચાલવું ફરજિયાત | west bengal election first phase two wheeler restrictions safety measures



West Bengal Assembly Election 2026: પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીનો જંગ જામ્યો છે. પ્રથમ તબક્કાના મતદાન પહેલા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચૂંટણી પંચે રાજ્યમાં સુરક્ષાના તમામ ચક્રો ગતિમાન કર્યા છે. શાંતિપૂર્ણ અને પારદર્શક મતદાન સુનિશ્ચિત કરવા માટે સમગ્ર રાજ્યમાં ટુ-વ્હીલર(બાઇક અને સ્કૂટર)ની અવરજવર પર કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.

રાત્રિના સમયે ટુ-વ્હીલર પર સંપૂર્ણ પ્રતિબંધ

ચૂંટણી પંચના આદેશ અનુસાર, પ્રથમ તબક્કાની તમામ 152 વિધાનસભા બેઠકો પર રાત્રે 6 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી બાઇક કે સ્કૂટર ચલાવવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. આ નિયમ મંગળવારથી જ અમલી બની ગયો છે અને 23 એપ્રિલ (મતદાનના દિવસ) સુધી ચાલુ રહેશે.

આ પણ વાંચો: 24 જ કલાકમાં બાળકોની ‘ડિલિવરી’ કરતી ગેંગનો પર્દાફાશ, બનાસકાંઠા પોલીસે તેલંગાણાથી 3ને દબોચ્યા

બાઇક રેલીઓ પર પ્રતિબંધ

ચૂંટણી પ્રક્રિયામાં ખલેલ પહોંચાડવા અથવા મતદારોને ડરાવવા-ધમકાવવા માટે બાઇકનો ઉપયોગ ન થાય તે હેતુથી બાઇક રેલીઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પંચનું માનવું છે કે, આવી રેલીઓ અવારનવાર હિંસા અને તણાવનું કારણ બને છે.

દિવસના સમયે શું રહેશે નિયમો?

સવારના 6થી સાંજના 6 વાગ્યા દરમિયાન પણ નિયમો કડક રહેશે. બાઇક પર પાછળની સીટ પર બેસીને સવારી કરવા પર પ્રતિબંધ રહેશે. એટલે કે એક બાઇક એક જ વ્યક્તિ. મેડિકલ ઈમરજન્સી, શાળાએ જતાં બાળકો અને અનિવાર્ય કૌટુંબિક કાર્યો માટે જ પાછળ બેસવાની મંજૂરી મળશે. 23 એપ્રિલના રોજ મતદાન કરવા જવા માટે પરિવારના સભ્યોને પાછળ બેસાડવાની છૂટ આપવામાં આવશે. મેડિકલ ઈમરજન્સી કે અન્ય જરૂરી કામ માટે જો છૂટછાટ જોઈતી હોય, તો સ્થાનિક પોલીસ સ્ટેશન પાસેથી લેખિત મંજૂરી લેવી ફરજિયાત છે.

મુખ્ય ચૂંટણી કમિશનરનું નિવેદન

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે સોમવારે જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટે પંચ કટિબદ્ધ છે. આ પ્રતિબંધો મતદારો માટે ભયમુક્ત અને શાંત વાતાવરણ પૂરું પાડવા માટે લગાવવામાં આવી છે. નાગરિકોને અપીલ છે કે, ચૂંટણી પંચના નિર્ણયને લાગુ કરવામાં સહયોગ કરે.



Source link

Related Articles

Back to top button