गुजरात

દારૂના નશામાં ધૂત યુવતી કાર અન્ય કાર સાથે અથડાવી અકસ્માત કર્યો | vastrapur police nabbed two young girls and young boy in drunken condition



અમદાવાદ,સોમવાર

શહેરના વસ્ત્રાપુર જજીસ બંગ્લોઝ ચાર રસ્તા પાસે એક એસયુવી કાર ચાલક યુવતીએ એક કારને અકસ્માત કર્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે  કાર ચલાવનાર યુવતી અને કારમાં સાથે રહેલી અન્ય એક યુવતી અને બે યુવકો પણ દારૂના નશામાં ધૂત હતા. પોલીસને કારમાંથી દારૂની બોટલ મળી આવી હતી.

સોમવારે સવારે સાડા છ વાગ્યાના સુમારે પકવાન ચાર રસ્તા પાસેથી એક કાર પુરઝડપે આવી હતી અને તેણે જજીસ બંગ્લોઝ ચાર રસ્તા પાસે એક અન્ય કારને  ટક્કર મારી હતી. આ સમયે કારની ગતિ એટલી બધી હતી કે કાર બેકાબુ બનીને સીધીને ઝાડ સાથે સાથે અથડાઇ હતી. આ સમયે સ્થાનિક લોકો એકઠા થઇ ગયા હતા. તપાસ કરતા કાર એક યુવતી ચલાવતી હતી અને કારમાં અન્ય એક યુવતી  તેમજ બે યુવકો હતા. તમામ દારૂ પીધેલી હાલતમાં જણાતા હતા. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા વસ્ત્રાપુર પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ કરતા કારમાંથી દારૂની બોટલ મળી આવી હતી.

પોલીસે પુછપરછ કરતા કાર ચાલક યુવતીનું નામ ફલક પટેલ (રહે.શાલીગ્રામ પ્લસ, ચાંદલોડિયા) અને અન્યના નામ સાહિલ પંચોલી (રહે. હરીવીલા એપાર્ટમેન્ટ, સારથી હોટલ પાસે, બોડકદેવ), જેનીશ પટેલ (રહે. હરીવીલા એપાર્ટમેન્ટ) અને સ્નોવી શર્મા (રહે. શાલીગ્રામ પ્લસ, ચાંદલોડિયા)  હોવાનું જાણવા મળ્યું હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે રાતના કોઇ મિત્રને ત્યાંથી પાર્ટી કરીને સાહિલ અને જેનીશને ઘરે મુકવા જતા સમયે આ અકસ્માત થયો હતો. આ અંગે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.



Source link

Related Articles

Back to top button