गुजरात
રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટના: એરપોર્ટ ફાટક પાસે કારચાલકે ચારને કચડ્યા, બેના મોત | Rajkot Hit and Run Near Airport Phatak on Kalavad Jamnagar Highway

![]()
Rajkot Hit-and-Run Case: રાજકોટના કાલાવાડ-જામનગર હાઈવે પર આવેલા નવા માર્કેટ યાર્ડ સામેની સ્વસ્તિક સોસાયટી નજીક એક હિટ એન્ડ રનની ઘટના બની છે. એરપોર્ટ ફાટક પાસે પૂરપાટ ઝડપે આવતી એક કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ચારથી વધુ લોકોને અડફેટે લીધા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં કારચાલકે બાઈક સવાર મુસાફરોને જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે બે લોકોના કરૂણ મોત થયા છે.
યુવક અને એક મહિલાનું ઘટના સ્થળે મોત
મળતી માહિતી અનુસાર, એક યુવક અને એક મહિલાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ફરાર કારચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



