જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાંથી જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા 3 ઈસમો ઝડપાયા, અન્ય 2 ફરાર | 3 people caught gambling in public from Shankar Tekri area in Jamnagar 2 others absconding

![]()
જામનગર શહેરના શંકર ટેકરી વિસ્તારમાં પોલીસે જાહેરમાં જુગાર રમતા ઈસમો સામે કાર્યવાહી કરતા 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે 2 આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.
જામનગરના શંકર ટેકરી, સુભાષપરા શેરી નં. 2 ખાતે જાવલાના ઘર પાસે જાહેરમાં તીનપત્તી રમાતી હોવાની માહિતીના આધારે સર્વેલન્સ સ્ટાફે દરોડો પાડી બસીરભાઈ અબ્બાસભાઈ બાબવાણી (ઉ.વ. 42), અવીનાશ સુનીલભાઈ ચિંડાલીયા (ઉ.વ. 32) અને દિનેશભાઈ ઉર્ફે દામજીભાઈ રમેશભાઈ રાંદલપરા (ઉ.વ. 35)ને ઝડપી લીધા છે.
જ્યારે આ દરોડા સમયે અલીમામદ બ્લોચ અને સિરાજ સંધી નામના બે શખ્સો પોલીસને જોઈ ને ભાગી છૂટ્યા હોવાથી તેઓને ફરારી જાહેર કરાયા છે.
પોલીસે સ્થળ પરથી આરોપીઓ પાસેથી રૂ. 10,250ની રોકડ તથા ગંજીપત્તાના 52 પત્તા કબજે કર્યા હતા. આ કામગીરી સીટી સી. ડીવીઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવી હતી. પોલીસે ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે શોધખોળ શરૂ કરી છે.



