गुजरात

જામનગરમાં એક હોસ્પિટલમાં ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફ બ્રધરનું એકાએક પલ્સ ધીમા પડી ગયા બાદ અપમૃત્યુ | Nursing staff brother working at a hospital in Jamnagar died after his pulse suddenly slowed down



જામનગર શહેરમાં ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતા એક સ્ટાફ બ્રધર યુવાનનું અચાનક અપમૃત્યુ થયાનો બનાવ સામે આવ્યો છે.

માહિતી મુજબ મૂળ ગીર સોમનાથના ઉના ગામના વતની અને હાલ ખાનગી હોસ્પિટલ ના સ્ટાફ વિભાગ માં રહેતા ભાર્ગવ મનુભાઈ સાંખટ (ઉ.વ.22) ઓશવાલ આયુષ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતા હતા. તા. 17 એપ્રિલના રોજ તેઓ હોસ્પિટલમાં પોતાના રૂમમાં આરામ કરી રહ્યા હતા.

આ દરમિયાન તેમના મિત્ર પ્રદીપભાઈ મશરીભાઈ કવાડ તેમને ચા પીવા માટે બોલાવવા ગયા હતા. ત્યારે ભાર્ગવભાઈ બેડ ઉપર બેભાન હાલતમાં જોવા મળ્યા હતા અને કોઈ પ્રતિસાદ આપતા ન હતા.

પ્રદીપભાઈએ તરત જ પલ્સ ચેક કરતા નબળી જણાતા હોસ્પિટલના સ્ટાફને જાણ કરી અને તેમને ઇમરજન્સી વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું હતું.

આ બનાવ અંગે પોલીસ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ 194 હેઠળ નોંધ કરવામાં આવી છે, અને મૃત્યુના સાચા કારણ અંગે તપાસ ચાલુ છે.



Source link

Related Articles

Back to top button