રાત્રે દારૃનો નશો કરીને નીકળેલા ચાર નશેબાજ ઝડપાયા | Four accused caught under the influence of alcohol

![]()
વડોદરા,મકરપુરા જી.આઇ.ડી.સી.માં દારૃનો નશો કરીને કારમાં નીકળેલા ચાર નશેબાજને માંજલપુર પોલીસે ઝડપી પાડયા છે. પોલીસે ચારની સામે અલગ – અલગ ગુનો દાખલ કર્યોે છે.
માંજલપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન મકરપુરા જી.આઇ.ડી.સી.હિમાલયા ચોકડી પાસે વાંકી ચૂંકી ચાલતી કારને અટકાવી તપાસ કરતા કાર ચાલક મોહનસિંગ ભભૂતસિંગ રાજપૂત, ઉં.વ.૨૫ (રહે.અંજલી રેસિડેન્સી, જાંબુવા બ્રિજ પાસે) દારૃના નશામાં હોવાનું જણાઇ આવતા પોલીસે ગુનો દાખલ કરી કાર કબજે લીધી છે. કારમાં બેસેલા અન્ય ત્રણ યુવકો પણ નશામાં હોવાનું જણાઇ આવ્યું હતું. જેથી, પોલીસે (૧) ઉમેશ ડાહ્યાભાઇ પરમાર, ઉં.વ.૩૪ (રહે. અક્ષર સોસાયટી,તરસાલી બાયપાસ) (૨) વિકાસ રમણલાલ મિસ્ત્રી, ઉં.વ.૪૭ (રહે.રિદ્ધિ સિદ્ધિ એવન્યુ, બગીખાના) તથા (૩) રૃપેશ રસીકભાઇ મિસ્ત્રી, ઉં.વ.૫૦ (રહે.કાછીયા પોળ, દાંડિયાબજાર) ની સામે અલગથી ગુનો દાખલ કર્યો છે.



