गुजरात

શહેરમાં બેનર-પોસ્ટર્સ અને પ્રચારના મુદ્દે ઘર્ષણ અટકાવવા પોલીસનું તમામ વોર્ડમાં પેટ્રોલિંગ | Police patrolling all wards to prevent election clashes in the city



વડોદરાઃ વડોદરા શહેરમાં ચૂંટણી દરમિયાન વાતારવણ ડહોળાવવા માગતા તત્વો સામે પોલીસ નજર રાખી કાર્યવાહી કરશે.આ માટે સોશ્યલ મીડિયા પર પણ વોચ રાખવામાં આવી રહી છે અને છેલ્લા પંદર દિવસમાં ૩ હજાર જેટલા તત્વોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે.

શહેરમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે ત્યારે અશાંતિ સર્જવાના પણ પ્રયાસો થઇ રહ્યા હોવાના કિસ્સાઓ બની રહ્યા હોવાથી પોલીસ દ્વારા તમામ ઇલેક્શન વોર્ડમાં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે.જ્યારે, સોશ્યલ મીડિયા પર વાંધાજનક પોસ્ટ મૂકનારાઓ પર નજર રાખવામાં આવી રહી છે.

પોલીસે વિગતો આપતાં કહ્યું છે કે, અત્યાર સુધીમાં જુદાજુદા કારણસર અટકાયતી પગલાંના ભાગરૃપે ૩૦૦૦ જેટલા તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી છે.૧૧ ચેકપોસ્ટ ઉપર ૧૦ હજારથી વધુ વાહનો ચેક કરી ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના ૭૧ કેસ કરવામાં આવ્યા છે અને ૨૨૮ વાહનો ડીટેઇન કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત ૨૩૬૪ પરવાનેદાર હથિયારોમાંથી ૧૮૨૪ હથિયારો કબજે કરવામાં આવ્યા છે.જ્યારે,બેન્ક ગાર્ડ તેમજ સ્પોર્ટ્સ એકેડેમી જેવા ૫૦૬ શસ્ત્રોને મુક્તિ આપવામાં આવી છે.



Source link

Related Articles

Back to top button