શામળદાસ કોલેજ પાસે બનાવેલ નવો ગેટ બંધ રહેતા રાહદારીઓને અડચણ | New gate near Shamaldas College closed causing inconvenience to pedestrians

![]()
વિદ્યાર્થીની સુવિધા માટે શામળદાસ કોલેજના પાછળના ભાગે પણ ગેટ મુકાશે
ભારે વાહનોની સતત અવરજવર રહેતા વિદ્યાર્થી હિતમાં નિર્ણય લેવાયો છે
ભાવનગર – મ.કૃ. ભાવનગર ુયનિવર્સિટીની શામળદાસ આર્ટસ કોલેજ નજીક હોકી ગ્રાઉન્ડ પાસે ગેટ ઉભો કરાયો છે અને તે ગેટ બંધ રહેતા રાહદારીઓને ઘણો મોટો રૃટ ફરવા જવું પડે છે. જ્યારે આ ગેટ વિદ્યાર્થીઓની સુરક્ષા માટે મુકાયો હોવાનું પ્રસાશન જણાવી રહ્યું છે. જ્યારે શામળદાસ કોલેજના પાછળના ગેટને પણ ખોલવાની વ્યવસ્થા ટુંક સમયમાં અમલી બનશે તેવું પણ જણાયું છે.
મ.કૃ. ભાવનગર યુનિ. દ્વારા ડિપ્લોમાં પેન્ટીંગ કલા કેન્દ્ર (હોકી ગ્રાઉન્ડ) પાસે લોખંડનો ગેટ ઉભો કરાયો છે. એન.એસ.યુ.આઈ. દ્વારા આ અવરોધ સામે વાંધો ઉઠાવી શામળદાસ કોલેજનાં વિદ્યાર્થીઓને વાહન લઈને આવવા જવામાં ભારે તકલીફો ભોગવવી પડતી હોય, ઉપરાંત વઘાવાડી રોડ તરફથી ક્રિકેટ મેદાન તરફ જતા લોકો માટે પણ આ ગેટ અડચણ રૃપ બનેલ છે. જેનો વિરોધ નોંધાવ્યો છે. જોકે પ્રસાશનના સુત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ આ રોડ પર નાના વાહનોની સાથે રીક્ષા, ટેમ્પો, ટ્રક કે ડમ્પર જેવા હેવી વાહનોની પણ અવર જવર રહેતી હોય નાના મોટા અકસ્માતો કાયમી બન્યા છે ત્યારે વિદ્યાર્થીની સુરક્ષા વ્યવસ્થા માટે આ નિર્ણય લેવાયો છે અને હાલ પરીક્ષા હોટ ગેટ બંધ રાખવામાં આવેલ છે. જ્યારે શામળદાસ કોલેજનાં પાછળના ભાગે અલગ ગેટ બનાવી પાર્કીંગની વ્યવસ્થા કરવાનું પણ નવા સત્રથી વિચારણામાં છે. જેથી વિદ્યાર્થીને ફરવા જવું ન પડે. જ્યારે ગેટની બાજુમાં રાખેલ ચકરડીથી કોઈપણ વ્યક્તિ આવન જાવન કરી શકે છે. જોકે રેગ્યુલર કોલેજ સમય દરમ્યાન ગેટ ખુલ્લા આપવામાં આવશે તેવું પણ જણાયું છે.



