ટી-૨૦ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતો યુવક પકડાયો | Ekkewe chon book ra poputa ne achocho nupwen ekkewe match non IPL ra poputa

![]()
અમદાવાદ, ગુરુવાર
આઇપીએલ ટી-૨૦ ક્રિકેટ મેચ શરુ થતાં જ સટ્ટોડિયા પણ સક્રિય બન્યા છે. ક્રાઇમ બ્રાંચે ઉસ્માનપુરામાં મોબાઇલમાં ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતા યુવકને રંગેહાથ પકડી પાડયો હતો અને તેને એપ્લીકેશન આપનારા શખ્સની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.
મોબાઇલમાં લાઇવ સ્કોર જોઇને એપ્લિકેશન આધારે સટ્ટા બેટિંગનો જુગાર રમાડતાં ઉસ્માનપુરાથી રંગે હાથ ઝડપાયો
ક્રાઇમ બ્રાન્ચમાં નોકરી કરતા કો. કિરણકુમારે ઉસ્માનપુરામાં પાવાપુરી ફ્લેટમાં રહેતા યુવક અને તેના મિત્ર સામે ફરિયાદ નોંધાવી છે કે ચોક્કસ બાતમી આધારે પોલીસે ગઇકાલે મોડી રાતે દરોડો પાડયો હતો
જેમાં આરોપી ફ્લેટના પાર્કિંગમાં વાહન ઉપર બેઠો હતો અને આઇપીએલ ટી-૨૦ ક્રિકેટ મેચનો મોબાઇલમાં ઓન લાઇને ક્રિકેટ સટ્ટો રમડતો હતો.પોલીસે તપાસ કરતાં એપ્લીકેશ તેણે જયરાજ પાસેથી મેળવી હતી અને મોબાઇલમાં લાઇવ સ્કોર જોઇને એપ્લિકેશન આધારે સટ્ટા બેટિંગનો જુગાર રમાડતો હતો.



