યુવકના ગળા ઉપર છરી મૂકી મોપેડ, રોકડની લૂંટ | Ekkewe polis lon Vatwa ra makkei eu case me ra ares

![]()
અમદાવાદ, ગુરુવાર
વટવામાં પોલીસ ચોકી પાસે આવેલા ઈન્સાનિયતનગર પાસે રાતના સમયે એક્સેસ લઇને જતા યુવકના ગળા ઉપર છરી મૂકીને કુખ્યાત સાળા બનેવીએ ધાક ધમકી આપીને એક્સેસ અને રોકડા રૃપિયા ૨૬૦૦ની લૂંટ ચલાવીને ભાગી ગયા હતા. આ બનાવ અંગે વટવા પોલીસે લૂંટનો ગુનો નોંધીને ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
તારી પાસે જે પૈસા હોય તે આપી દે કહી ફિલ્મી સ્ટાઈલમાં ડાયલોગ મારીને કહ્યું કે એ કડકે કે પાસ રૃપિયા નહી હે તો ગાડી લૂંટ લેતે હૈ
રામોલમાં રહેતા ફિરોજએ વટવા પોલીસ સ્ટેશનમાં વટવાના કુખ્યાત અને ગુનાઈત ઈતિહાસ ધરાવતા સાળા બનેવી સાકીર તથા શાહરુખ સામે ફરિયાદ નોંધાવી છે કે યુવક તા.૧૦-૦૪-૨૬ના રોજ રાતે કામધંધેથી એક્સેસ પર ઘરે જવા નીકળ્યો હતો.
આ સમયે વટવા ઇન્સાનીયતનગર ચાર માળિયા પાસેથી પસાર થતો હતો ત્યારે સમયે ટપોરી સાળા બનેવીએ નશામાં ચૂર થઇને યુવકને રોક્યો અને ફિલ્મી સ્ટાઈલમાં ડાયલોગ મારી છરી બતાવીને તેરે જેબ મેં જીતના ભી પૈસા હે નિકાલ કે દે કહીને ડરાવ્યો હતો. જેથી યુવક ગભરાઈ જતાં તેના ખિસ્સામાંથી રૃપિયા કાઢવા જતા માત્ર રૃા. ૨૬૫૦ જ મળ્યા હતા. જેથી ફિલ્મી સ્ટાઈલમાં ડાયલોગ કહીને એ કડકે કે પાસ રૃાપીએ નહી હે તો ગાડી લૂંટ લેતે હૈ આમ કહીને યુવકના ગળા ઉપર છરી મુકીને મોપેેડ લૂંટીને પોલીસને જાણ કરીશ તો મારી નાખવાની ધમકી આપીને નાસી ગયા હતા.



