गुजरात
હાદાનગરમાં 8 શખ્સે મહિલાની છેડતી કરી પરિવારને ધમકી આપી


હથિયારો સાથે આવેલા ટોળાએ ઉધમ મચાવ્યું, કાયદો વ્યવસ્થા સામે પ્રશ્નાર્થ
ઘરમાં છૂટ્ટા પથ્થર, સોડા બોટલના ઘા કર્યાં, યુવકને ધારિયું મારી ધમકી આપી
ભાવનગર – શહેરમાં કાયદો વ્યવસ્થાની કથળેલી સ્થિતિનો પુરાવો આપતી ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં શહેરના હાદાનગર વિસ્તારમાં મહિલાની છેડતી કરવા મુદ્દે સમજાવવા જતાં આઠ શખ્સોએ મહિલાના ઘરે ધારિયા, ધોકા સાથે આવી હુમલો કરી અપશબ્દો કરી પરિવારના એક યુવકને ધારિયું માર ઈજા કરી તથા મહિલાની છેડતી કરી અપશબ્દો કહી જાનથી મારી નાખવાની ધમકી આપી છે. બનાવ અંગે બોરતળાવ પોલીસ મથકમાં ગુનો નોંધ્યો છે.



