गुजरात

તુલસીવાડીમાંથી દારૃની ૩૦૫ બોટલ સાથે આરોપી ઝડપાયો | Accused arrested with 305 bottles of liquor from Tulsiwadi



 વડોદરા,તુલસીવાડી અને મકરપુરામાંથી પોલીસે દારૃની ૪૦૧ બોટલ સાથે બે આરોપીઓને ઝડપી પાડયા છે.

તુલસીવાડી સયાજીનગર વસાહતમાં  રહેતો અબ્દુલ સિરાજ સુલેમાનભાઇ શેખે  પોતાના મકાનમાં વિદેશી દારૃનો જથ્થો ઉતાર્યો હોવાની માહિતી પીસીબી  પોલીસને મળી હતી. જેથી, સ્ટાફે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા અબ્દુલસિરાજ મળી આવ્યો હતો. તેની પાસેથી પોલીસે દારૃની ૩૦૫ બોટલ કિંમત રૃપિયા ૮૦,૮૭૫ ની મળી આવી છે.  પોલીસે એક મોબાઇલ ફોન પણ કબજે કર્યો છે. પોલીસે આ ગુનામાં આરોપી હીતેન ફૂલવાણી તથા કમલ ઉર્ફે કમુ બંસીલાલ તોલાણીની પણ શોધખોળ  હાથ ધરી છે.

જ્યારે અન્ય એક ગુનામાં મકરપુરા પોલીસે આરોપી રાકેશ રવજીભાઇ ચુડાસમા (રહે. રામાપીરના મંદિર પાસે, શેઠફળી, ભાવનગર) ને દારૃની ૯૬ બોટલ કિંમત રૃપિયા ૧૬,૩૨૦ ની સાથે ઝડપી પાડયો છે.



Source link

Related Articles

Back to top button