गुजरात

ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી: કોંગ્રેસે 40 ‘સ્ટાર પ્રચારકો’ની યાદી કરી જાહેર | Gujarat Local Body Election 2026: Congress Releases List of 40 Star Campaigners


Gujarat Local Body Election 2026: ગુજરાતમાં એપ્રિલ-2026માં યોજાનારી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓ માટે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. આ ચૂંટણી જંગ જીતવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ કમર કસી છે અને આજે(16 એપ્રિલ, 2026) તેના 40 સ્ટાર પ્રચારકોની યાદી સત્તાવાર રીતે જાહેર કરી છે.

ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી: કોંગ્રેસે 40 'સ્ટાર પ્રચારકો'ની યાદી કરી જાહેર 2 - image

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અને ધારાસભ્ય અમિત ચાવડા દ્વારા રાજ્ય ચૂંટણી પંચને આ યાદી સુપરત કરવામાં આવી છે. આ યાદીમાં પક્ષના દિગ્ગજ નેતાઓ, સાંસદો અને ધારાસભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેઓ રાજ્યભરમાં વિવિધ જીલ્લાઓ અને શહેરોમાં પક્ષના પ્રચારની કમાન સંભાળશે. 

આ પણ વાંચો: 12 કલાકમાં દિલ્હીથી મુંબઈ? ગુજરાતમાં નવા 8 લેન રોડ પર ટ્રાયલ શરૂ, જાણો એન્ટ્રી-એક્ઝિટ પોઇન્ટ્સ

મુખ્ય પ્રચારકો પર એક નજર કરીએ તો, કોંગ્રેસની આ યાદીમાં અનુભવી નેતાઓ અને યુવા ચહેરાઓનું મિશ્રણ જોવા મળી રહ્યું છે. યાદીમાં સમાવિષ્ટ કેટલાક મુખ્ય નામો નીચે મુજબ છે. જેમાં રાષ્ટ્રીય અને પ્રદેશ નેતાઓમાં મુકુલ વાસનિક, અમિત ચાવડા, શક્તિસિંહ ગોહિલ, ભરતસિંહ સોલંકી અને જગદીશ ઠાકોર, સાંસદ અને ધારાસભ્યોમાં ગેનીબેન ઠાકોર (MP), જીજ્ઞેશ મેવાણી (MLA), શૈલેષ પરમાર (MLA), અનંત પટેલ (MLA), અને ઈમરાન ખેડાવાલા (MLA) અને અન્ય અગ્રણી નેતાઓમાં પરેશ ધાનાણી, તુષાર ચૌધરી, સિદ્ધાર્થ પટેલ, અને શ્રીનિવાસ બી.વી. (યુથ કોંગ્રેસ)ને સામેલ કર્યા છે.

આ યાદી પરથી સ્પષ્ટ જણાય છે કે, કોંગ્રેસ આ વખતે સ્થાનિક પ્રશ્નોની સાથે સાથે જ્ઞાતિગત સમીકરણોને પણ પ્રાધાન્ય આપી રહી છે.



Source link

Related Articles

Back to top button