गुजरात

દાહોદના વડભેટ ગામે કૌટુંબિક કંકાસમાં માતાએ ચાર સંતાનો સાથે કૂવામાં ઝંપલાવ્યું, ત્રણ માસૂમ બાળકોના મોતથી અરેરાટી | Tragedy in Dahod Mother Jumps into Well with Four Children Three Siblings Dead



 પ્રતીકાત્મક તસવીર

Dahod News:  દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના વડભેટ ગામે એક અત્યંત કરુણ અને હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. સામાન્ય કૌટુંબિક ઝઘડામાં એક માતાએ પોતાના ચાર માસૂમ સંતાનો સાથે કૂવામાં પડતું મૂકી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ સામુહિક આત્મહત્યાના પ્રયાસમાં ત્રણ બાળકોના કરુણ મોત નિપજતા સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને ચકચાર મચી ગઈ છે. જો માતા અને એક બાળકને સ્થાનિક લોકોએ બચાવી લીધા હતા.

તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા

ઘટનાની જાણ થતાં જ આસપાસમાં રહેતા લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને કૂવામાં ખાબકેલા તમામ પાંચ સભ્યોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. ભારે જહેમત બાદ તમામને બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ કમનસીબે ત્રણ બાળકોના મોત નિપજ્યા હતા. આ અકસ્માતમાં નસીબજોગ માતા અને એક પુત્રીનો આબાદ બચાવ થયો છે.

આ પણ વાંચો : તોઈબાના આતંકી હાફિઝ સઈદના ‘રાઈટ હેન્ડ’ને પાકિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી

બચી ગયેલા બંન્નેની સ્થિતિ ગંભીર

બચી ગયેલા માતા અને પુત્રીની હાલત ગંભીર હોવાથી તેમને તાત્કાલિક સારવાર અર્થે દેવગઢબારિયાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં આ પગલું ભરવા પાછળ કૌટુંબિક ઝગડો જવાબદાર હોવાનું સામે આવ્યું છે. હાલમાં સ્થાનિક પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. એક જ પરિવારના ત્રણ-ત્રણ ચિરાગ બુઝાઈ જતાં વડભેટ ગામમાં સન્નાટો છવાઈ ગયો છે.



Source link

Related Articles

Back to top button