राष्ट्रीय

આંધ્ર પ્રદેશમાં વહેલી સવારે ભીષણ અકસ્માત: તીર્થયાત્રાએ જતાં 8 શ્રદ્ધાળુના કરૂણ મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ | Andhra Pradesh Accident: 8 Pilgrims died in Kurnool Truck Bolero Collision



Andhra Pradesh Accident:  દક્ષિણ ભારતના રાજ્ય આંધ્ર પ્રદેશમાં ગુરુવારે વહેલી સવારે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો છે. કુર્નૂલ જિલ્લાના ચિલકલાડોના પાસે એક બોલેરો ગાડી અને ટ્રક (લોરી) વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં 8 લોકોના મોત થયા છે. મૃતકોમાં કર્ણાટકના ચિક્કામગલુરુ વિસ્તારના શ્રદ્ધાળુઓ હોવાનું જાણવા મળ્યું છે.

તીર્થયાત્રા બની કરૂણાંતિકા

મળતી માહિતી મુજબ, આ શ્રદ્ધાળુઓ તીર્થયાત્રા માટે નીકળ્યા હતા. અકસ્માત એટલો ભીષણ હતો કે 5 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 3 લોકોએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. આ દુર્ઘટનામાં અન્ય 10 થી 12 લોકો ઘાયલ થયા છે, જેમને સારવાર માટે એમ્મિગનૂર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સહાયની જાહેરાત કરી

આ દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, “આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લામાં થયેલો અકસ્માત અત્યંત દુઃખદ છે. જે લોકોએ પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું.” વડાપ્રધાને PMNRF તરફથી પ્રત્યેક મૃતકના પરિવારને ₹2 લાખ અને ઘાયલોને ₹50,000 ની સહાય આપવાની જાહેરાત કરી છે.

પોલીસ તપાસ શરૂ

કુર્નૂલ પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, અકસ્માતની જાણ થતા જ રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ તપાસ કરી રહી છે. પ્રાથમિક દ્રષ્ટિએ બોલેરો અને ટ્રક વચ્ચેની સીધી ટક્કર જવાબદાર હોવાનું મનાય છે.



Source link

Related Articles

Back to top button