गुजरात

અમદાવાદ: એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં છતનો સ્લેબ તૂટ્યો, એક ઈજાગ્રસ્ત | Ahmedabad: Ceiling Collapses in LD Engineering Hostel Student Injured



Ceiling Collapses in LD Engineering Hostel In Ahmedabad: અમદાવાદની જાણીતી એવી એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં આજે (15મી એપ્રિલ) સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. હોસ્ટેલના ‘બી’ બ્લોકના એક રૂમમાં છતનો સ્લેબ અચાનક ધરાશાયી થતાં અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનામાં એક વિદ્યાર્થીને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

ઈજાગ્રસ્ત વિદ્યાર્થી સોલા સિવિલમાં દાખલ

મળતી માહિતી મુજબ, ‘બી’ બ્લોકના રૂમમાં જ્યારે વિદ્યાર્થીઓ હાજર હતા ત્યારે અચાનક છતનો સ્લેબ મોટા અવાજ સાથે નીચે ખાબક્યો હતો. દુર્ઘટના બાદ સામે આવેલી તસવીરોમાં જોઈ શકાય છે કે સ્લેબનો મોટો હિસ્સો સીધો વિદ્યાર્થીના પલંગ પર પડ્યો હતો. જો આ ઘટના રાત્રિના સમયે બની હોત તો મોટી જાનહાનિ થઈ શકી હોત.

આ દુર્ઘટનામાં રૂમમાં હાજર એક વિદ્યાર્થીને માથા અને શરીરના ભાગે ઈજાઓ થઈ હતી. સાથી વિદ્યાર્થીઓ અને હોસ્ટેલ પ્રશાસન દ્વારા તેને તુરંત સોલા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. હાલમાં તબીબોની દેખરેખ હેઠળ તેની સારવાર ચાલી રહી છે અને તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નથી, પરંતુ આ આકસ્મિક ઘટનાએ વિદ્યાર્થીઓની સુરક્ષા અને બિલ્ડિંગની જાળવણી અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે.





Source link

Related Articles

Back to top button