કૃષ્ણનગર અને અસલાલી પોલીસે ૨૦-૨૦ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા બે શખ્સે પકડયા | Ekkewe polis ra turufi ruuemon mwan mi bet lon ekkewe minen urumot mi fiti cricket

![]()
અમદાવાદ, સોમવાર
આઇપીએલ ૨૦-૨૦ ક્રિકેટ મેચ શરુ થતાં જ સટ્ટોડિયા પણ સક્રિય બન્યા છે, અમદાવાદ મોટેરા સ્ટેડિયમમાં મેચ રમાતી હોય ત્યારે મેદાન નજીક તેમજ સ્ટેડિયમમાં બેઠા બેઠા ચાલુ ક્રિકેટ મેચ દરમિયાન સટ્ટો રમડતા હોવાના બનાવો અગાઉ પ્રકાશમાં આવ્યા હતા. કૃષ્ણનગર પોલીસે સૈજપુર બોઘા ખાતે જાહેરમાં મોબાઇલમાં ક્રિકેટ સટ્ટેો રમતા રાજકોટના એક શખ્સને રંગેહાથ પકડી પાડયો હતો જ્યારે અસલાલી પોલીસે બારેજા ખાતે સટ્ટો રમતા શખ્સને પકડી પાડીને તેની પાસેથી ડાયરી અને મોબાઇલ કબજે કરી સટ્ટામાં સામેલ અન્ય લોકોની તપાસ હાથ ધરી છે.
સૈજપુર બોઘામાં સટ્ટોડિયો મોબાઇલમાં ઓન લાઇન સટ્ટો રમાડતા ઝડપાયો, અસલાલી પોલીસે સટ્ટાની ડાયરી, મોબાઇલ કબજે કર્યા
ભારતમાં અત્યારે ચાલી રહેલી આઇપીએલ ક્રિકેટ મેચનો મોબાઇલમાં ઓન લાઇને ક્રિકેટ સટ્ટો રમડવા માટે સટ્ટોડિયા સક્રિય બન્યા હોવાની માહિતી આધારે પોલીસ પણ એલર્ટ બનીને તેઓની શોધખોળ કરી રહી છે. કૃષ્ણનગર પોલીસે ચોક્કસ બાતમી આધારે ગઇકાલે મોડી રાતે સૈજપુર બોઘા ખાતે પાશ્વૅનાથ કેનાલ તપાસ કરતાં રાજકોટના મીતેષભાઇને પકડી પાડયો હતો પૂછપરછમાં તે મોબાઇલ ઉપર ઓનલાઇન ૨૦-૨૦ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડી રહ્યો હતો તેને નારણપુરામાં રહેતા ચીમનભાઇ નામનો શખ્સ પાસેથી ઓનલાઇન સટ્ટાની આ.ડી. ખરીદી હતી.
બીજા બનાવમાં અસલાલી પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા પોલીસ કોન્સ્ટેબલ વિનોદભાઇ સોલંકીએ બારેજા ખાતે રહેતા હરેશભાઇ સામે અસલાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓએ ચોક્કસ બાતમી આધારે આરોપીને બારેજા બ્રિજ પાસે દાળવડાની દુકાન પાસેથી મોબાઇલમાં આઇપીએલ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા પકડી પાડયો હતો અને તેની પાસેથી આંકડા લખેલી ડાયરી અને મોબાઇલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.



