दुनिया

પોપ બોલ્યા અમે અમેરિકાના ટ્રમ્પ પ્રશાસનથી ડરતા નથી | Pope says we are not afraid of America’s Trump administration



ન્યૂયોર્ક,13 એપ્રિલ,2026,સોમવાર 

શાંતિ અને સુલેહ માટેની અપીલ તથા યુધ્ધ માટે ટ્રમ્પની ટીકા કરવાથી અમે જરાં પણ ડરતા નથી. અમારી અપીલને રાજકારણથી પ્રેરિત થઇને જોવીએ ખોટું છે. પ્રાપ્ત માહિતી અનુસાર પોપ લિયો અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે બયાનબાજી ચાલી હતી . પોપે ઇરાન યુધ્ધ માટે ટ્રમ્પની ટીકા કરતા કહયું હતું કે જેના હાથ લોહીથી રંગાયેલા હોય તેની પ્રાર્થના ભગવાન સ્વીકારતો નથી. ટ્રમ્પે આની પ્રતિક્રિયા આપી હતી કે જે ઇરાન પાસે પરમાણુ શસ્ત્રો હોય એને યોગ્ય માનતા હોય એવા પોપ જ અમારે જોઇતા નથી.

એસોસિએટેડ પ્રેસ સાથે વાતચીત કરતા પોપ લિયોએ કહયું હતું કે મારા સંદેશાને અમેરિકાની રાજનીતિ સાથે જોડવોએ ગોસ્પેલની ભાવનાને સમજવામાં નિષ્ફળતા છે. મારા સંદેશાને રાષ્ટ્રપતિ (ટ્રમ્પ)ના રાજકિય પ્રયાસો સાથે જોડવોએ ગોસ્પેલના સંદેશના નહી સમજવા બરાબર છે. અમે કોઇ પણ પ્રકારની ચર્ચામાં પડવા માંગતા નથી અને ચર્ચ પોતાના મિશન પર કાયમ રહેશે. પોપનું માનવું હતું કે ઇરાન યુધ્ધ સહિત દુનિયા ભરના સંઘર્ષોમાં સર્વશકિતમાન હોવાના ભ્રમની ટીકા કોઇ વ્યકિત કે સરકાર પરનો હુમલો નથ।ી. ગોસ્પેલનો સંદેશો સ્પષ્ટ છે કે તે શાંતિ સ્થાપિત થવા માટે છે. પોપે દોહરાવ્યું હતું કે શાંતિ અને સુલેહ માટે અવાજ બુલંદ કરતા રહીશું. યુધ્ધથી બચવા માટેના દરેક સંભવિત રસ્તાની વકાલત કરીશું અને કોઇથી ડરતા નથી. 



Source link

Related Articles

Back to top button