વડોદરામાં ચૂંટણીમાં થનારી દારૂની રેલમછેલ રોકવા દરોડા : 120 બોટલ અને મુદ્દામાલ સાથે 2 મહિલા સહિત 5 ઝડપાયા | Raids to stop liquor smuggling during elections in Vadodara: 5 arrested including 2 women

![]()
Vadodara Police : વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણી આગામી તા. 26મીએ યોજાવાની છે. આ નિમિત્તે શહેરમાં વિદેશી દારૂની રેલમછેલ કરવાના ઇરાદે શહેરના વિવિધ વિસ્તારમાંથી નંબર પ્લેટ વિનાની રૂ.50000ની એકટીવા સહિત ફુલ રૂ.91500ના મુદ્દા માલ દેશી બનાવટના વિદેશી દારૂની 120 બોટલ સહિત બે મહિલા સહિત પાંચ વ્યક્તિની ધરપકડ પોલીસે કરી ફરાર યુવકની તપાસ શરૂ કરી હતી.
ઉલ્લેખનીય છે કે વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણી આગામી 26 તારીખે યોજાવાની છે ત્યારે, શહેરમાં દારૂની રેલમછેલ કરવાના ઇરાદે વિવિધ વિસ્તારમાં દેશી બનાવટના વિદેશી દારૂના ખુલ્લેઆમ વેચાણ અંગે રાવપુરા પોલીસને બાતમી મળી હતી કે, દેશી બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે બે મહિલા નંબર પ્લેટ વિનાની મોપેડ પર સેન્ટ્રલ જેલના રોડ પરથી રાત્રે પસાર થવાની જાણ રાવપુરા પોલીસને થઈ હતી. જેથી જેલ રોડ પર પોલીસ વોચમાં ગોઠવાઈ હતી ત્યારે બાતમીવાળી નીકળેલી એકટીવા મોપેડને રોકી હતી.
પૂછપરછ દરમિયાન મહિલા ચાલકે પોતાનું નામ રૂતિકાબેન સંજય કહાર (ઉં. 26) જ્યારે અન્ય મહિલાએ પોતાનું નામ અશ્વિનીબેન સંજય કહાર (ઉં. 24) (બંને રહે. રેન બસેરા, ઝુપડપટ્ટી, કટારીયા શોરૂમની પાછળ, કારેલીબાગ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે એકટીવાના ફૂટ રેસ્ટ પર રાખેલા થેલામાં તપાસ કરી હતી. જેથી રૂપિયા 28800ના દેશી બનાવટના વિદેશી દારૂની 96 બોટલ મળી હતી. જેથી પોલીસે ગુનામાં વપરાયેલી રૂપિયા 50,000 હજારની એકટીવા મોપેડ અને રૂપિયા 28800ના દારૂ સાથે બંને મહિલાની અટક કરી સઘન પૂછપરછ શરૂ કરી હતી.
જ્યારે અન્ય બનાવવામાં પોલીસ દાંડિયા બજાર કાકા સાહેબના ટેકરા પાસે આવતા સમી સાંજે જાણ કરી હતી કે રેવા હોસ્પિટલ પાસે ઘરની બહાર વાદળી રંગની થેલીમાં એક આધેડ યુવક દેશી બનાવટના વિદેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ કરી રહ્યો હોવાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે તપાસ કરતા હોસ્પિટલ બહાર પોતાના ઘરના દારૂનું વેચાણ કરતા આધેડ સાગર ઉર્ફે લલિત મહેશ કહાર (રહે. શિવાજી પાન હાઉસ ઉપર, અંબુભાઈ દાંડિયા બજાર)ને રૂપિયા 2700ના દેશી બનાવટના વિદેશી દારૂની 12 બોટલ સાથે રંગે હાથ ઝડપી પાડ્યો હતો.
આ ઉપરાંત વાડી પોલીસ મથકનો સ્ટાફ વિસ્તારના શનિદેવ મંદિરની બાજુમાં પહોંચ્યો હતો ત્યારે, કોમલી ફળિયાના નાકે રહેતો ક્રિષ્ના હનાભાઈ કહાર (ઉં. 58, રહે. પોમલી ફળિયા, હરણ ખાના રોડ, વાડી)ને રૂપિયા ૧૦ હજારના દેશી બનાવટના વિદેશી દારૂની ૧૨ બોટલ સાથે રંગે હાથ ઝડપી પાડ્યો હતો જ્યારે ગુનામાં સામેલ તેનો પુત્ર ઋત્વિક ઉર્ફે લડ્ડુ ઘટના સ્થળેથી ફરાર હોવાથી તેની તપાસ શરૂ કરી હતી.



