गुजरात

જામનગરના બ્રાસ પાર્ટના વેપારી સાથે રૂપિયા 10 લાખની છેતરપિંડી : મોરબી અને જામનગરના 3 શખ્સો સામે પોલીસ ફરિયાદ | Jamnagar brass parts dealer cheated of Rs 10 lakh: Police complaint against 3



Jamnagar Fraud Case : જામનગરમાં રણજીત સાગર રોડ પર યુવા પાર્કમાં રહેતા અને દરેડ વિસ્તારમાં બ્રાસપાર્ટનું કારખાનું ધરાવતા મહેન્દ્રભાઈ સુરેશભાઈ તળપદા નામના પટેલ કારખાનેદારે પોતાની સાથે રૂપિયા 10 લાખની છેતરપિંડી કરવા અંગે મોરબીના યાગ્નિકભાઈ કાસુન્દ્રા, જામનગરના મીત ગડારા, અને મોરબીના હસમુખભાઈ થોરીયા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

 ફરીયાદી કારખાનેદાર પાસેથી ત્રણેય આરોપીઓએ વિશ્વાસમાં લઈ રૂપિયા દસ લાખનો માલ સામાન મેળવી લીધો હતો, ત્યારબાદ તેના પૈસા ચૂકવવા માટેના અનેક બહાનાઓ કર્યા હતા, અને નોટરીનું લખાણ પણ કરાવી આપ્યું હતું, પરંતુ આરોપીઓએ આજ દિન સુધી પૈસા નહીં ચૂકવતાં આખરે વેપારીએ પોલીસના સંપર્ક સાધ્યો હતો, અને ત્રણેય સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. 



Source link

Related Articles

Back to top button