गुजरात

જામનગર મહાનગરપાલિકા ચૂંટણી : કોંગ્રેસે આખરે 64 ઉમેદવારોની યાદી જાહેર કરી | Jamnagar Municipal Corporation Elections: Congress releases list of 64 candidates



જામનગર મહાનગરપાલિકાની આવનારી સામાન્ય ચૂંટણીને લઈને કોંગ્રેસ પાર્ટી દ્વારા આખરે તમામ 64 ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી છે.

આ યાદી જાહેર થતા શહેરના રાજકીય માહોલમાં ચહલપહલ વધી ગઈ છે અને હવે ભાજપ સહિતના અન્ય પક્ષો સામે કોંગ્રેસ પાર્ટી સીધી ટક્કર આપવા તૈયાર થઈ છે.

કોંગ્રેસે ઉમેદવારોની પસંદગી કરતી વખતે સામાજિક સમીકરણ, જાતિવાર પ્રતિનિધિત્વ તેમજ સ્થાનિક સ્તરે મજબૂત કાર્યકરોને પ્રાથમિકતા આપવાનો પ્રયત્ન કર્યો હોવાનું પક્ષ સૂત્રોએ જણાવ્યું છે.

યાદીમાં મહિલા ઉમેદવારોને પણ યોગ્ય સ્થાન આપવામાં આવ્યું છે, સાથે જ ઓબીસી, લઘુમતી, દલિત તેમજ વિવિધ સમાજોને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે.

ઉમેદવારોની જાહેરાત સાથે હવે કોંગ્રેસ દ્વારા પ્રચાર અભિયાનને વધુ તેજ બનાવવાની તૈયારી શરૂ કરવામાં આવી છે.

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે બહુજ રસપ્રદ અને ત્રિપક્ષીય મુકાબલો જોવા મળશે તેવી રાજકીય ચર્ચાઓ તેજ બની રહી છે.



Source link

Related Articles

Back to top button