આગામી 8 દિવસ સુધી આકાશમાં એકસાથે 2 સ્પેશ સ્ટેશન જોવા મળશે | Two space stations will be visible in the sky together for the next 8 days

![]()
સૌ કોઈ તેમના ઘેર અગાશી પરથી નરી આંખે પણ નિહાળી શકશે
રેરેસ્ટ ઓફ ઓફ ધ રેરેસ્ટ ઘટના સ્થાનિક ખગોળ રસિકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે
ભાવનગર – ભાવનગર શહેરના આકાશના નિરીક્ષણમાં રસ ધરાવતા નાગરિકો માટે આગામી તા.૧૮ એપ્રિલ સુધી આઠ દિવસ અનોખા અવસરનું આયોજન કરવામાં આવેલ છે. એક સાથે બંને સ્પેસ સ્ટેશન જોવા મળવુ તે રેરેસ્ટ ઓફ ધ રેરેસ્ટ ઘટના નિહાળવાની અમૂલ્ય તક નાગરિકોને મળશે.
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા ગુજરાત રાજયના પ્રત્યેક જિલ્લાઓમાં જિ.લોક વિજ્ઞાાન કેન્દ્ર અથવા પ્રાદેશિક લોકવિજ્ઞાાન કેન્દ્ર સ્થાપિત કરવામાં આવ્યા છે. જે અંતર્ગત ભાવનગર જિલ્લામાં કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાાન કેન્દ્ર વર્ષ ૨૦૦૨ થી કાર્યરત છે. કેન્દ્રના ભાવ. જિ.કો ઓર્ડિનેટર હર્ષદભાઈ જોષીએ જણાવ્યુ હતુ કે, આગામી તા.૧૮-૪ સુધી ભાવનગર શહેરમાંથી ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન તથા ટી.સ્પેસ સ્ટેશન સ્પષ્ટ નરી આંખે નિહાળી શકાશે. આ સમયગાળા દરમિયાન સાંજના સમયે પશ્ચિમથી પુર્વ અથવા ઉત્તર પૂર્વ દિશામાં તેજસ્વી પ્રકાશ તરીકે ૪ થી ૬ મીનીટ માટે દેખાશે. આકાશ તરફ સતત ધ્યાન રાખવાથી સૌથી તેજ ગતિથી ચાલતો પદાર્થ દેખાશે. બીજી તરફ ટી. સ્પેશ સ્ટેશન સવાર અથવા સાંજના સમયે થોડુ આછુ (ઝાંખુ) તેજ ધરાવતુું દેખાશે. આ બંને સ્પેશ સ્ટેશનો ખુલ્લી જગ્યા અને ઓછા પ્રદુષણવાળી જગ્યા પરથી નરી આંખે નિહાળી શકાશે અને નિરીક્ષણ માટે કોઈ ખાસ સાધનની પણ જરૃર રહેશે નહિ તેમ કેન્દ્ર દ્વારા અંતમાં જણાવાયુ છે.



