કર્મચારીએ વાહન બુકીંગના ૨૫ લાખ રૂપિયા બારોબાર લઇ છેતરપિંડી કરી | auto dealer employee duped 25 lakh rupees from customers after booked vehicles

![]()
અમદાવાદ,શુક્રવાર
અમદાવાદ જિલ્લાના ચાંગોદરમાં આવેલા શો રૂમમાં નોકરી કરતા કર્મચારીએ ગ્રાહકો પાસેથી બુંકીગના નામે નાણાં લઇને તેમજ એક્સચેંજ માટેના વાહન પણ બારોબાર વેેંચીને રૂપિયા ૨૫ લાખની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ ચાંગોદર પોલીસ મથકે નોંધવામાં આવી છે.
અમદાવાદમાં રહેતા ધવલ સૂચક નામ મારૂતિ અરેનાના જનરલ મેનેજરે ફરિયાદ નોંધાવી છે કે તેમને કેટલાંક ગ્રાહકોએ મુખ્ય ઓફિસે આવીને જણાવ્યું હતું કે તેમણે ચાંગોદર સ્થિત શો રૂમમાં ધર્મેન્દ્રસિંહ જાડેજા (રહે. ગોધાવી, સાણંદ)ને મારૂતી કેરી વાન બુકીંગના નાણાં આપવાની સાથે વાહનો પણ એક્સચેંજ માટે આપ્યા છે. પરંતુ, તેમને હજુસુધી વાહન મળ્યા નથી. જેથી તપાસ કરતા ધવલભાઇ ચોંકી ઉઠયા હતા. કારણે કે ધર્મેન્દ્રસિંહે ૧૫થી વધુ ગ્રાહકોના ૨૫ લાખથી વધુ નાણાં લઇને કંપનીમાં જમા નહી કરાવીને બારોબાર છેતરપિંડી આચરી હતી. એટલું જ તેમણે કેટલાંક વાહન રીપેર કરી આપવાના નામે મેળવીને બારોબાર વેંચી દીધા હતા. આ અંગે ચાંગોદર પોલીસે તપાસ શરૂ કરી છે.



