गुजरात

કહેવાતી શિસ્તબદ્ધ પાર્ટીમાં અસંતોષથી શિસ્તના લીરેલીરા : ટિકિટ જાહેર થયા બાદ સુરત ભાજપના હોદ્દેદારની સોશિયલ મીડિયા પર વિવાદી પોસ્ટ | Controversial post on social media by Surat BJP office bearer after ticket announcement



Surat BJP : સુરત પાલિકાના ઉમેદવારોની જાહેરાત થતાની સાથે જ અનેક કાર્યકરો એક બનીને ચૂંટણી લડવાની પોસ્ટ કરી રહ્યાં છે તો બીજી તરફ શહેર ભાજપના એક મંત્રીએ સોશિયલ મિડીયામાં મુકેલી એક પોસ્ટ વિવાદનું કેન્દ્ર બની ગઈ છે. પોતે સંગઠનના હોદ્દેદાર હોવા છતાં ટિકિટની માગણી કરી હતી ટિકિટ ફાળવણી ન થતાં તેમનો અણગમો સોશિયલ મીડિયા થકી બહાર આવ્યો છે. તેઓ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે કે, જિલ્લા વાદ અને જ્ઞાતિવાદને વંદન. આવી પોસ્ટ થકી ટિકિટ ફાળવણીમાં જ્ઞાતિવાદ અને જિલ્લાવાદને પ્રોત્સાહન આપી ટિકિટ ફાળવી હોવાની વાત તેઓએ કરી છે. જોકે, ભાજપ શિસ્તબધ્ધ પાર્ટી ગણાતી હતી પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી જે ઘટના બની રહી છે તેના કારણે શિસ્તના લીરેલીરા ઉડી રહ્યાં છે. 

સુરત પાલિકાની 120 બેઠક માટે ભાજપ દ્વારા ઉમેદવાર પસંદગી માટે સેન્સ પ્રક્રિયા કરવામાં આવી હતી. આ સેન્સ પ્રક્રિયામાં પણ કેટલાક વિવાદ બહાર આવ્યા હતા અને શહેર ભાજપના અનેક હોદ્દેદારોએ ટીકીટ ની માંગણી કરી હતી. જોકે, ભાજપે એવું કહ્યું છે કે તમામ સમીકરણને ધ્યાને રાખીને ઉમેદવારો જાહેર કર્યા છે. ભાજપના મોટા નેતાઓએની ભારે ગડમથલ બાદ ત્રણ તબક્કામાં ઉમેદવાર જાહેર કરવામા આવ્યા હતા. આ ઉમેદવાર જાહેર થયાં બાદ દાવેદારી કરનારા શહેર ભાજપના મંત્રી બિપીન પટેલ (ગાયત્રી)એ શોસિયલ મીડિયામાં એક પોસ્ટ મુકી છે તેમાં લખ્યું છે, જિલ્લાવાદ અને જ્ઞાતિવાદને વંદન. તેમની આ પોસ્ટથી ઉમેદવારોની પસંદગીમાં જિલ્લાવાદ અને જ્ઞાતિવાદ થયો હોવાનું સ્પષ્ટ જણાય છે. 

સંગઠન ગઢે ચલો ગીત મૂક્યું છે અને તે પોસ્ટ બાદ કેટલા કે કોમેન્ટ પણ કરી છે પરિવાર બાદ પણ ઉમેરી દેવું જોઈતું હતું. આમ શહેર ભાજપના મંત્રીએ ઉમેદવાર જાહેર થયા બાદ મુકેલી પોસ્ટથી વિવાદ સાથે ભાજપમાં શિસ્તના લીરે ઉડી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. 



Source link

Related Articles

Back to top button