ખોખરામાં ઉછીના અપાવેલા રૃા.૫૦ હજાર આપવાના બદલે છરી મારી | A atake ren efoch ketilas nge ese liwiniti ewe loan Rs 50 ngerou

![]()
અમદાવાદ, શુક્રવાર
અમરાઇવાડીમાં રહેતા યુવકે અઢી મહિના પહેલા પોતાની સાથે નોકરી કરતા યુવકને દવાખાના માટે રૃપિયાની જરુર હોવાથી મિત્ર પાસેથી રૃા.50 હજાર અપાવ્યા હતા, જે રૃપિયા આપવાના બહાને બોલાવ્યો હતો અને મારા માર કરીને નીચે પાડીને યુવક ઉપર છરીથી હુમલો કર્યો હતો, ગંભીર હાલતમાં યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.ખોખરા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.
અઢી મહિના પહેલા આરોપીને દવાખાના બાબતે રૃપિયાની જરૃર હોવાથી રૃા. ૫૦ હજાર ફરિયાદીએ તેના મિત્ર પાસેથી અપાવેલા
ખોખરામાં કપડાની દુકાનમાં સેલ્સમેન તરીકે નોકરી કરતા અને અમરાઇવાડીમાં રહેતા યુવકે ખોખરા પોલીસ સ્ટેશનમાં સાથેે નોકરી કરતા સહ કર્મચારી સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવી છે કે અઢી મહિના પહેલા આરોપીને દવાખાના બાબતે રૃપિયાની જરૃર હોવાથી રૃા. ૫૦ હજાર ફરિયાદીએ તેના મિત્ર પાસેથી અપાવેલા રૃપિયા પાછા આપવાનું કહીને શનિદેવ મંદિર પાસે બોલાવ્યો હતો અને તું કેમ વારંવાર રૃપિયાની માંગણી કરે છે જે થાય તે કરી લે કહીને યુવકને નીચે પાડીને છરીથી હુમલો કર્યો હતો ગંભીર રીતે ઘાયલ યુવક હાલમાં એલ.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.



