गुजरात

વાંસદા પંથકના ઉનાઈ ગામે ધોળા દિવસે પણ સ્ટ્રીટ લાઈટ ચાલુ રહેતા બેવડું નુકસાન.?

વાંસદા

રિપોર્ટર – બ્રિજેશ પટેલ, સુનિલ ડાભી

વાંસદા પંથકના ઉનાઈ ગામે ધોળા દિવસે પણ ચાલુ રહેતી સ્ટ્રીટ લાઈટ ચાલુ રહેતા બેવડું નુકસાન ઉનાઈ પંચાયત તંત્ર દ્વારા વિવિધ વોર્ડ વિસ્તારમાં લાખો રૂપિયાના ખર્ચ કરી રાત્રી દરમિયાન નગરજનો હરીફરી શકે તે માટે લાખો રૂપિયાના ખર્ચે આખા ગાામમાં એલઇડી સ્ટ્રીટ લાઈટો નાખવામાં આવી છે જ્યારે નાકા ફળીયા પિકપ બસ સ્ટેન્ડ સામે સવારથી બપોર સુધી લાઇટો ચાલુ હાલતમાં જોવા મળી હતી તેના કારણે ઉનાઈ નગરના જાગૃત નાગરિકોમા ભારે નારાજગી જોવા મળી રહી છે ત્યારે આજે વાંસદા પંથકના ઘણાય ગામડા છે જ્યાં વિજ પુરવઠો નિયમિત રીતે મળતો નથી ત્યારે ઉનાઈ વિસ્તારમાં ચોવીસ કલાક વિજ પુરવઠો પુરો પાડવામાં આવે છે જ્યારે વીજળી સમસ્યા મોટી સમસ્યા છે ત્યારે સરકાર અને વિજ કંપનીઓ દ્વારા પણ વીજ બચાવ બાબતે જાગૃતતા આવી હોય તેવુ લાગતુ નથી જાણે દિવસ પણ ગામમાં અંધારુ છવાઈ ગયુ હોય તેમ તેમને લાગી રહ્યું છે અને સ્ટ્રીટ લાઈટો ચાલુ રાખવામાં આવે છે એક રીતે જોતા આ રીતે વીજળી નો બચાવ થતો નથી અને પંચાયત વેરા રુપે તેનો ચાર્જ જનતા પાસેથી વસૂલે છે ઉનાઈના નાકા ફળીયામાં આવેલા સ્ટેટ હાઇવે પિકપ બસસ્ટેન્ડ રોડ ખાતે નાખવામાં આવેલી એલઇડી સ્ટ્રીટ લાઈટો બપોરે મોડે સુધી ચાલુ રહેલી હાલતમાં જોવા મળી હતી તેના કારણે જાગૃત નાગરિકો મા ભારે કચવાટ જોવા મળ્યો હતો

Related Articles

Back to top button