દિલ્લી અને ગુજરાતની આઈપીએલ મેચ પર સટ્ટો રમતો શખ્સ ઝડપાયો | Man caught betting on Delhi Gujarat IPL match

![]()
ઘોઘારોડ પોલીસ મથકમાં બે શખ્સો સામે ગુનો નોંધાયો
લોકલ ક્રાઈમબ્રાંચે કુલ રૃ.૧૧,૨૦૦ના મુદ્દામાલ કબ્જે લીધો
ભાવનગર – શહેરના શિવાજી સર્કલથી સુભાષનગર તરફ જતા રસ્તે જાહેરમાં દિલ્લી અને ગુજરાતની આઈપીએલની મેચ પર સટ્ટો રમતા શખ્સને લોકલ ક્રાઈમબ્રાંચે ઝડપી લઈ કુલ બે શખ્સો સામે ઘોઘારોડ પોલીસ મથકમાં ગુનો નોંધ્યો છે.
શહેરના શિવાજી સર્કલથી સુભાષનગર તરફ જતા રસ્તે મ્યુનિસિપલ કોર્પોરેશનના શોપિંગ સેન્ટર બહાર જાહેર રોડ પર મોબાઈલ ફોનમાં વેબસાઈડમાં આઈડી પાસવર્ડથી લોગઈન થઈ આઈપીએલની દિલ્લી કેપિટલ્સ અને ગુજરાત ટાઈટન્સની મેચમાં હારજીતના સોદા કરી ક્રિકેટ સટ્ટો રમતા મુકેશ હિંમતભાઈ ઢાપા (રહે.તરસમિયા રોડ, ખારસી)ને કુલ રૃ.૧૧,૧૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ક્રિકેટ સટ્ટો રમવાનું આઈડી આપનાર અંગે પુછપરછ કરતા તેને આ આઈડી કનુ આહિર (રહે.પારૃલ સોસાયટી, મઢુલીવાળો ખાંચો)એ આપ્યો હોવાની કબૂલાત આપતા લોકલ ક્રાઈમબ્રાંચે બન્ને સામે ઘોઘારોડ પોલીસ મથકમાં ગુનો નોંધ્યો છે.



