વડોદરા – મઉ સ્પેશિયલ ટ્રેનનો રૂટ અને સમય બદલાયો | Vadodara Mau Special Train Route and Timings Changed

![]()
વડોદરા રેલવે વિભાગ દ્વારા વડોદરા-મઉ સ્પેશિયલ ટ્રેનના રૂટ અને સમયમાં ફેરફાર કરાયો છે.
ઉત્તર રેલવેના લખનઉ વિભાગમાં મેગા બ્લોકના કારણે વડોદરા – મઉ ટ્રેન વડોદરા જંક્શનના સ્થાને પ્રતાપનગર સ્ટેશનથી શરૂ અને પૂર્ણ થશે. આ ફેરફાર તા. ૧૧ એપ્રિલથી અમલમાં આવશે. અગાઉ આ ટ્રેન કાનપુર સેન્ટ્રલ, લખનઉ અને સુલતાનપુર રૂટ પર દોડતી હતી. હવે એ ગોવિંદપુરી, પ્રયાગરાજ, શાનપુર રોડ, બનારસ સ્ટેશનો પરથી પસાર થશે.
તા. ૧૧ એપ્રિલ થી ૨૫ જુલાઈસુધી આ ટ્રેનદર શનિવારે બપોરે ૪ વાગ્યે પ્રતાપનગર રેલવે સ્ટેશનથી ઉપડશે અને બીજા દિવસે સાંજે ૬ વાગ્યે મઉ પહોંચશે. પરત ફરતી વખતે તા.૧૨ એપ્રિલ થી ૨૬ જુલાઈ સુધી આ ટ્રેન દર રવિવારે રાત્રે ૧૧:૨૫ વાગ્યે મઉથી ઉપડશે અને મંગળવારે સવારે ૩:૧૫ વાગ્યે પ્રતાપનગર પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં વડોદરા, ગોધરા, દાહોદ, રતલામ, કોટા, ઇટાવા, પ્રયાગરાજ, વારાણસી વગેરે સ્ટેશનો ખાતે રોકાશે.


