गुजरात

રાજસ્થાન લગ્નમાં જતા ગોવાના વેપારીએ 10.30 લાખની મત્તા ટ્રેનમાં ગુમાવી | Goa businessman loses 10 30 lakh in train on way to Rajasthan wedding



Vadodara : ટ્રેનના એસી કોચમાં પ્રવાસ કરીને રાજસ્થાન ખાતે સંબંધીને ત્યાં લગ્નમાં હાજરી આપવા માટે જતા ગોવાના વેપારીના પત્નીનું પર્સ ચોરી થયું હતું. 10.30 લાખના દાગીના સહિતની મત્તા મુકેલ પર્સ આંચકી કોઈ ગઠિયો પલાયન થઈ ગયો હતો. 

સાઉથ ગોવામાં કુર્તી પાંડા ખાતે રહેતા અને જિંદગી મોલમાં મહાલક્ષ્મી સ્ટીલ નામની વાસણની દુકાન ધરાવતા ઓમપ્રકાશ ઈસરારામ બિશ્નોઇએ રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે મારા વતન રાજસ્થાનના ભીનમાલ ખાતે લગ્ન પ્રસંગ હોવાથી હું તેમજ મારા પત્ની બંને મડગાવ રેલવે સ્ટેશનથી અમદાવાદ સુધી આવવા માટે ભાવનગર ટર્મિનસ ટ્રેનમાં એસી કોચમાં રિઝર્વેશન હોવાથી તેમાં મુસાફરી કરતા હતા. રાત્રિ મુસાફરી દરમિયાન અમો ઊંઘી ગયા હતા જ્યારે વહેલી સવારે વડોદરા રેલવે સ્ટેશન આવતા ઊઘમાંથી જાગીને મારા પત્નીએ જોયું તો તેનું પિંક કલરનું પર્સ મળ્યું ન હતું. કોચમાં પર્સની શોધખોળ કરવા છતાં પણ તે નહીં જણાતા ચોરી થયું હોવાનું ખબર પડી હતી. આ પર્સમાં પાંચ તોલા વજનનો સોનાનો હાર, ત્રણ તોલા વજનનું મંગળસૂત્ર, બે તોલાની ચેન, 20000 રોકડા અને એક મોબાઇલ મળી 10.30 લાખની મતતા હતી ઉપરોક્ત ફરિયાદના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.



Source link

Related Articles

Back to top button