गुजरात

મહેમદાવાદમાં અને મરીડા રીંગ રોડ ઉપર અકસ્માત, 8 ને ઇજા પહોંચી | Accident in Mehmadabad and on Merida Ring Road 8 injured



– ખેડા જિલ્લામાં અકસ્માતના 3 બનાવ

– ત્રણેય અકસ્માત મામલે જે-તે વિસ્તારની પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી

નડિયાદ : મહેમદાવાદમાં વાત્રક નદીના બ્રિજના છેડે, ખાત્રજ ચોકડી અને મરીડા રીંગરોડ પર સર્જાયેલા અકસ્માતમાં ૮ વ્યક્તિને ઈજા થઈ હતી. આ બનાવ અંગે જે-તે વિસ્તારના પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

મહેમદાવાદ તાલુકાના મોદજમાં રહેતા જગદીશભાઈ પુનમભાઈ ચૌહાણ તેમની પત્ની નીતાબેનને મોટરસાયકલ પર બેસાડી મહેમદાવાદ ખાત્રજ ચોકડી આવેલી હોસ્પિટલમાં સંબંધીની ખબર જોવા જતા હતા. આ દરમિયાન સોજાલી વાત્રક નદીના બ્રિજન છેડા ઉપર સામેથી આવતા મોટરસાયકલ ચાલકે ઓવરટેક કરવા જતા તેમના મોટરસાયકલ સાથે અથડાવતા ચાલક જગદીશભાઈ ચૌહાણ અને નીતાબેનને રોડ ઉપર પડી જતા ઈજા થઈ હતી. જ્યારે અકસ્માત સર્જનાર બાઈક ચાલક તેમજ પાછળ બેઠેલા પ્રવીણભાઈને ઇજા થઈ હતી.

જ્યારે અકસ્માતના બીજા બનાવમાં મહેમદાવાદ તાલુકાના નેનપુરમાં રહેતા સ્વાતિબેન અશોકભાઈ પરમાર અને તેમના કાકાની દીકરી નીધીબેન પિયુષભાઈ પરમાર નડિયાદ કોલેજથી એસટી બસમાં ખાત્રજ ચોકડી ઉતરી પરત ઘરે જવા અમદાવાદ તરફના રોડ ઉપર ચાલતા જઈ રહ્યાં હતા. ત્યારે સર્કલ પર પાછળથી આવેલી ફોરવ્હીલ ગાડી બંનેને ટક્કર મારી નાસી ગયો હતો. જેથી ફોરવ્હીલ ગાડીની ટક્કર વાગતા સ્વાતિબેન પરમાર તેમજ નિધીબેન પરમારને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઉપરોક્ત બંને બનાવ અંગે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. 

જ્યારે અકસ્માતનો ત્રીજો બનાવ મરીડા રીંગ રોડ ઉપર બન્યો હતો. જેમાં ચાપાજીની મુવાડીમાં રહેતા કાળાભાઈ ગોતાભાઈ સોઢા તેમના મિત્ર શાંતિલાલ શાહની મોટરસાયકલ પર બેસી બિલોદરા સેન્ટીંગના કામે જઈ રહ્યાં હતા. આ દરમિયાન મરીડા રીંગરોડ ઉપર પાછળથી પુરઝડપે આવેલ મોટરસાયકલ અથડાતા બાઈક ચાલક શાંતિલાલ શાહ તેમજ કાળાભાઈને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે કાળાભાઈ ગોતાભાઈ સોઢાની ફરિયાદ આધારે નડિયાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.



Source link

Related Articles

Back to top button