જામનગરમાં આઈટીઆઈ પાસે બે બાઈક સવાર ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતાં પોલીસને નજરે પડતા પોલીસે પડકાર્યા | Police Challenged two bikers smuggling English liquor near Jamnagar ITI

![]()
જામનગરમાં આઈટીઆઈ નજીકના વિસ્તારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી થઈ રહી હોય તેવી બાતમીના આધારે પોલીસે ગઈ રાત્રે દરોડો પાડયો હતો, અને બે બાઈક સવારોને પડકર્યા હતા. જે દરમિયાન એક બાઈક સવાર ઇંગ્લિશ દારૂ સાથે પકડાઈ ગયો છે, જ્યારે બીજો આરોપી બાઈક છોડીને ભાગી છુટતાં તેને ફરારી જાહેર કરાયો છે, અને પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરાઈ છે.
મળતી માહિતી મુજબ ગઈકાલે સાંજે અંદાજે 20:15 વાગ્યે આઇ.ટી.આઇ. ગેટ પાસે જાહેર રોડ પર પોલીસ દ્વારા રેઇડ કરવામાં આવી હતી.
રેઇડ દરમિયાન અમિતભાઈ નરશીભાઈ સોલંકી (ઉ.વ. 40), રહે. ખારવા ચકલો, ટીમડા ફળી, જામનગરને ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ 6 શીલબંધ બોટલ (કિંમત રૂ. 17,800/-) સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન મોટરસાયકલ સહિત કુલ રૂ. 1,37,800નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
આ બનાવમાં સંડોવાયેલા અન્ય આરોપીઓ કુશલભાઈ પ્રકાશભાઈ સોલંકી તથા અન્ય એક મોટરસાયકલના ચાલક સ્થળ પરથી નાસી છૂટ્યા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. આ અંગે સીટી ‘એ’ ડિવિઝન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.



