गुजरात

અમદાવાદ: બોપલ ચાર રસ્તા પાસે નકલી નંબર પ્લેટવાળી કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો, ચાર લાખનો મુદ્દામાલ જપ્ત | Ahmedabad: Liquor Worth ₹4 Lakh Seized from Car with Fake Number Plate in Bopal



Liquor Seizure In Ahmedabad: ગુજરાતમાં કડક દારૂબંધી વચ્ચે બુટલેગરો દ્વારા દારૂ ઘુસાડવા માટે અવનવી તરકીબો અજમાવવામાં આવતી હોય છે. આવો જ એક કિસ્સો અમદાવાદના બોપલ વિસ્તારમાં સામે આવ્યો છે, જ્યાં પોલીસની નજરમાંથી બચવા માટે નકલી નંબર પ્લેટનો સહારો લેવામાં આવ્યો હતો. જોકે, સરખેજ પોલીસે બાતમીના આધારે આ સમગ્ર કાવતરાનો પર્દાફાશ કર્યો છે.

બાતમીના આધારે મધરાતે ઓપરેશન

મળતી માહિતી અનુસાર, પાંચમી એપ્રિલ 2026ના રોજ મોડી રાત્રે 1 વાગ્યાની આસપાસ સરખેજ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, બોપલથી મમતપુરા તરફ જતા એસ.પી. રિંગ રોડ પર એક કેફે સામે સર્વિસ રોડ પર સફેદ કલરની કાર ઊભી છે. આ કારમાં વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો હોવાની માહિતી મળતા પોલીસે તુરંત જ સ્થળ પર પહોંચી કારને કોર્ડન કરી હતી.

પોલીસે કારમાં સવાર શખસની અટકાયત કરી તપાસ હાથ ધરતા કારની ડેકી, પાછળની સીટની નીચે તેમજ ડ્રાઈવર સીટની નીચે છુપાવેલો દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે ભીડ એકઠી ન થાય તે માટે કાર અને આરોપીને સીધા સરખેજ પોલીસ સ્ટેશન ખાતે ખસેડ્યા હતા અને ત્યાં ગણતરી હાથ ધરી હતી.

આ પણ વાંચો: જામનગરના ઐતિહાસિક ભુજીયા કોઠાની દીવાલમાં ‘અમૂલ્ય વારસો’ ચણી દેવાયો, નિયમોનો ભંગ

પોલીસે કુલ 456 નંગ દારૂની બોટલ અને બિયરના ટીન, એક મોબાઇલ ફોન અને કાર સહિત કુલ 4,47,936નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા આરોપીની ઓળખ 35 વર્ષીય શાંતિલાલ ચૌધરી તરીકે થઈ છે. પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી વિગત સામે આવી છે કે, તેણે પોલીસને ગેરમાર્ગે દોરવા માટે કાર પર બીજી કોઈ ગાડીની નંબર પ્લેટ લગાવી હતી.

ઉદયપુરથી અમદાવાદ સુધીનું કનેક્શન

આરોપીએ કબૂલાત કરી છે કે, રાજસ્થાનના ઉદયપુરથી ખેમરાજ નામના શખ્સે આ દારૂનો જથ્થો ભરી આપ્યો હતો. આ જથ્થો અમદાવાદ લાવીને બોપલ બ્રિજ પાસે પહોંચ્યા બાદ ખેમરાજને ફોન કરવાનો હતો અને તેના નિર્દેશ મુજબ દારૂની ડિલિવરી કરવાની હતી. હાલ પોલીસે શાંતિલાલની ધરપકડ કરી છે અને મુખ્ય સૂત્રધાર ખેમરાજને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.



Source link

Related Articles

Back to top button