गुजरात

ગુજરાતભરમાં 347 હોટલ-રેસ્ટોરન્ટમાં ફૂડ વિભાગના દરોડા, પનીરના ડિસ્પ્લે બોર્ડ વગર વેચાણ કરનારાઓને દંડ ફટકારાયો | Penalty for not displaying analog paneer board Gujarat


Food Raid In Gujarat: ગુજરાત રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યભરની હોટલો અને રેસ્ટોરન્ટ્સમાં વપરાતા પનીર તેમજ ‘એનાલોગ પનીર’ (નકલી પનીર) અંગે એક સઘન તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ગ્રાહકોને પીરસવામાં આવતી વાનગીઓમાં અસલ પનીર વપરાયું છે કે એનાલોગ, તે અંગેના સ્પષ્ટ ડિસ્પ્લે બોર્ડ લગાવવા બાબતે તંત્ર દ્વારા 4 એપ્રિલ, 2026ના રોજ મોટી કાર્યવાહી કરવામાં આવી હતી.

ગુજરાતભરમાં 347 હોટલ-રેસ્ટોરન્ટમાં ફૂડ વિભાગના દરોડા

ફૂડ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી આ ડ્રાઈવ અંતર્ગત સમગ્ર ગુજરાતમાં હોટલ, રેસ્ટોરન્ટ, ધાબા અને લારી-ગલ્લા સહિત કુલ 347 પેઢીઓમાં સઘન ચકાસણી કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરતી પેઢીઓ પાસેથી કુલ રૂ. 1.40 લાખથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે. આ ઉપરાંત, આરોગ્ય માટે જોખમી એવા આશરે 615 કિગ્રા જેટલા અખાદ્ય જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.

અમદાવાદના વિવિધ વિસ્તારોમાં આવેલી નામી હોટલો અને ખાદ્ય એકમો પર તવાઈ બોલાવવામાં આવી હતી. આ ઉપરાંત સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં રૂ. 52,300 અને રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં રૂ. 3,500નો દંડ વસૂલવામાં આવ્યો હતો. મણીનગર વિસ્તારમાં આવેલી હાઉસ ઓફ મોમોઝ, મોમોઝ હાઉસ અને પંજાબી તડકા જેવી અનેક નાની-મોટી ખાણીપીણીની દુકાનોને પણ દંડ ફટકારાયો છે.

આ પણ વાંચો: હોટલમાં પનીરના નામે ‘એનાલોગ’ તો નથી પીરસાઈ રહ્યું ને? રાજ્ય સરકારનો મોટો આદેશ

ખોરાક અને ઔષધ નિયમન તંત્રની આ કાર્યવાહીને પગલે ભેળસેળિયા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, હોટલ કે રેસ્ટોરન્ટમાં જો એનાલોગ પનીરનો ઉપયોગ થતો હોય તો ગ્રાહકોની જાણકારી માટે તેનું ડિસ્પ્લે બોર્ડ મારવું ફરજિયાત છે.

ગુજરાતભરમાં 347 હોટલ-રેસ્ટોરન્ટમાં ફૂડ વિભાગના દરોડા, પનીરના ડિસ્પ્લે બોર્ડ વગર વેચાણ કરનારાઓને દંડ ફટકારાયો 2 - imageગુજરાતભરમાં 347 હોટલ-રેસ્ટોરન્ટમાં ફૂડ વિભાગના દરોડા, પનીરના ડિસ્પ્લે બોર્ડ વગર વેચાણ કરનારાઓને દંડ ફટકારાયો 3 - image



Source link

Related Articles

Back to top button