गुजरात

દરજીપુરા આરટીઓ ખાતે એઆઈ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકની કામગીરી મંથર ગતિએ | Work on AI driving test track at Darjipura RTO is in full swing



 

દરજીપુરા
રટીઓ ખાતે એઆઈ (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ) 
આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક શરૃ થવામાં વિલંબ થઈ રહ્યો છે.

ડિસેમ્બર
મહિનામાં ટ્રેકના સિવિલ વર્કની કામગીરી પૂર્ણ થઈ હતી
, અને જાન્યુઆરીમાં
ઇલેક્ટ્રિકલ અને સોફ્ટવેર ઇન્સ્ટોલેશન પૂર્ણ કરાયું હતું. ત્યારબાદ ફેબુ્રઆરીથી
ટ્રાયલ રન શરૃ કરાયા હતા
, પરંતુ આ દરમિયાન ઉભી થતી ટેક્નિકલ
ખામીઓનું નિરાકરણ કરવામાં સમય લાગી રહ્યો હોવાનું જાણવા મળે છે.

નવા
ટેસ્ટ ટ્રેક પર ૩૦ ફૂટની ઊંચાઈએ ૨૬ કેમેરા લગાવવામાં આવ્યા છે
, જે સમગ્ર પ્રક્રિયાને
ઓટોમેટેડ બનાવે છે. ૩૬૦ ડિગ્રી એ.આઈ. બેઝ્ડ કેમેરા રોડ માર્કિંગ અને વાહનની
ગતિ-દિશાને ડિટેક્ટ કરી આપમેળે પરિણામ જનરેટ કરશે.અગાઉ ફોર વ્હીલર ટ્રેક પર ૪ અને
ટુ વ્હીલર ટ્રેક પર ૨ કેમેરા જ હતા.

ટ્રેકની
આસપાસ લગાવવામાં આવેલા પીળા અને કાળા રંગના ડિવાઇડર બ્લોક (કર્બ સ્ટોન) પરિણામ
નક્કી કરવામાં મદદરૃપ બનશે.  ટ્રેક પર વાહન
દ્વારા કરવામાં આવેલી દરેક ભૂલ લાઇન ક્રોસ કરવી
, સમય મર્યાદા તોડવી અથવા નિયમ ભંગ
કરવોતાત્કાલિક સિસ્ટમમાં રેકોર્ડ થશે.

હાલના
ચાર ટેસ્ટ સ્ટેજ જેમ કે રિવર્સ પાર્કિંગ
,
અંગ્રેજી આઠ, રિવર્સ એસ અને સ્લોપ ચઢાણ યથાવત
રહેશે. ઉપરાંત વાસ્તવિક ટ્રાફિક પરિસ્થિતિ ઉભી કરવા નવા ટ્રેકમાં ટ્રાફિક
સિગ્નલનો  સમાવેશ કરાયો છે.

 



Source link

Related Articles

Back to top button